બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / મુંબઈ / new twist shooting case Salman Khan's house, why did shooter come Gujarat after shooting? big revelation

મુંબઇ / સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં નવો વળાંક, ગોળીબાર બાદ શૂટર શા માટે ગુજરાત આવ્યા? થયો મોટો ખુલાસો

Ajit Jadeja

Last Updated: 08:20 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોએ સુરતમાં તાપી નદીમાં શસ્ત્રો ફેંક્યા હતા

મુંબઇમાં બોલિવૂડના જાણીતા કલાકાર સલમાન ખાનના ઘરે 14 એપ્રિલે થયેલા ફાયરિંગમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર શૂટરોએ જણાવ્યું છે કે અનમોલ વિશ્નોઈએ તેમને કહ્યું હતું કે ગુનો કર્યા બાદ તેમણે થોડા દિવસો સુધી છુપાઈને રહેવું પડશે, પરંતુ તેના માટે બિહાર જવાનું નથી. તમારું ગામ ત્યાં છે એટલે પોલીસને સરળતાથી ખબર પડી જશે અને ત્યાં પહોંચી જશે. તમને જણાવી દઈએ કે ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા કેટલાક હથિયારો અને ગોળીઓ મળી છે.

શુટરોની પુછપરછમાં થયા ખુલાસા

અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટર્સને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી તરફ ન જવાનો આદેશ પણ આપ્યો હતો, કારણ કે મુંબઈ પોલીસ જાણે છે કે બિશ્નોઈ ગેંગ અને તેના મોટાભાગના શૂટર્સ આ રાજ્યોમાં જ સક્રિય છે. જેથી મુંબઈ પોલીસ તેમને ત્યાં પણ સરળતાથી શોધી શકશે. શૂટરોએ પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે અનમોલ બિશ્નોઈએ ગુનો કર્યા બાદ તેમને ગુજરાત અથવા દક્ષિણ ભારતમાં જઈને છુપાઈ જવા કહ્યું હતું.

તાપી નદીમાંથી પોલીસે હથિયારો શોધ્યા

તમને જણાવી દઈએ કે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરનારા શૂટર્સની સૂચના પર મુંબઈ પોલીસે તાજેતરમાં હથિયારો જપ્ત કર્યા છે, જેમાં 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે શૂટરોએ શસ્ત્રો નદીમાં ફેંક્યા હતા. આને 'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપી નદીમાંથી કાઢવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે દયા નાયક અને અન્યોની આગેવાની હેઠળ સ્થાનિક ડાઇવર્સની મદદથી તે સ્થળની શોધ કરી હતી. 

બે આરોપીની પોલીસ દ્વારા પુછપરછ

ઘણા કલાકોની શોધખોળ પછી મુંબઈ પોલીસ અધિકારીઓ આખરે હથિયારો અને દારૂગોળો શોધી કાઢવામાં સફળ થયા છે. શૂટર જોડીએ પાકિસ્તાન સરહદની નજીક આવેલા કચ્છ જિલ્લામાં ભાગતી વખતે ફેંકી દીધા હતા. મુંબઈ અને ગુજરાત પોલીસની ટીમો, ટેક્નિકલ ઈન્ટેલિજન્સ અને ફિલ્ડ ઈન્ફોર્મર્સના સંયુક્ત ઓપરેશનની મદદથી બિહારના રહેવાસી વિકી ગુપ્તા અને સાગર પાલ નામના બે યુવકોની 36 કલાકમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વો હી સ્ટાઇલ, વો હી અંદાજ... ઘર પર ફાયરિંગના 5 દિવસ બાદ ટાઇટ સિક્યોરિટી વચ્ચે સલમાનની એરપોર્ટ પર રિએન્ટ્રી

શૂટર 14 એપ્રિલની સવારે મોટરસાઇકલ પર બાંદ્રા વેસ્ટમાં સમુદ્ર તરફના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવ્યો હતો, જ્યાં સલમાન ખાન અને તેનો પરિવાર રહે છે, શુટરોએ ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે બોલિવૂડ અને રાજકીય વર્તુળોમાં હડકંપ મચી ગયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ