આ બેન્કો મર્જ થવાના કારણે આવાનર આટલા દિવસમાં પતાવવા પડશે આ બધા જ કામ
બેન્ક બરોડામાં દેના બેન્ક અને વિજયા બેંક મર્જ થઈ ગઈ
નવા ગ્રાહકો માટે ટ્વિટર પર એક સૂચના
નવો IFSC કોડ લેવો જરૂરી
બેન્ક બરોડામાં દેના બેન્ક અને વિજયા બેંક મર્જ થઈ ગઈ
જે લોકોના અકાઉન્ટ બેન્ક ઓફ બરોડામાં છે તે લોકો માટે આ જાણકારી ખૂબ જ મહત્વની છે. હાલમાં જ બેન્ક બરોડામાં દેના બેન્ક અને વિજયા બેંક મર્જ થઈ ગઈ છે, એટલે કે આ બંને બેંકના બધા જ ગ્રાહકો હવે બેન્ક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા છે. હવે બેન્ક ઓફ બરોડાઆ બેન્કોમાંથી બનેલ નવા ગ્રાહકો માટે ટ્વિટર પર એક સૂચના જાહેર કરેલ છે અને કહ્યું છે કે 30 જૂન પેહલા આ બધી જ પ્રક્રિયા પૂરી કરવી પડશે.
નવા ગ્રાહકો માટે ટ્વિટર પર એક સૂચના
જો તમે વિજયા બેન્ક કે પછી દેસન બેંકના ગ્રાહક છો અને હજી સુધી આ કામ નથી કર્યું તો જલ્દી થી જલ્દી આ કામ પૂરું કરી લો. જો તમે આ કામ નથી કરતાં તો તમારા ખાતામાં પૈસા આવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. એટલે જો તમારે આ મુશ્કેલીમાં ન પડવું હોય તો તમે જલ્દી થી જલ્દી આ કામ પતાવી લો.
New IFSC codes for the erstwhile Dena and Vijaya Bank branches can be easily obtained! Please obtain cheque books by 30th June, 2021 with NEW MICR from your Branch or apply through Net Banking / Mobile Banking. Know more https://t.co/D8a4hSpRAipic.twitter.com/WhsfcneQCg
શું છે આ અપડેટ?
જ્યારે આ બધી બેન્કો મર્જ થઈ ત્યારે કોઈ પણ ખાતા ધારકોનો અકાઉન્ટ નંબર નથી બદલાતો, માત્ર બ્રાન્ચના આધારે IFSC કોડ બદલાઈ રહ્યો છે. એટલે જ તમારે હવે એ નવો IFSC કોડ લેવો જરૂરી છે. જેથી તમારા ખાતામાં સરળતાથી પૈસા ટ્રાન્સફર થઈ શકે. જો તમે IFSC કોડ અપડેટ નથી કરાવતા તો પૈસા ચૂકવનાર વ્યક્તિ કઈ રીતે પૈસા તમારા ખાતામાં જમા કરાવી શકે? આ સંપૂર્ણ અપડેટ ટ્વિટર દ્વારા આપવામાં આવેલ છે.