બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / nepal china to announce revised height of mount everest soon at science

અહો આશ્ચર્યમ્ / શું ભૂકંપમાં માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ ઘટી ગઈ? નેપાળની માપણીમાં ભૂલ?

Published By: Dharmishtha

Last Updated: 12:29 PM, 27 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ અને ચીન એક સાથે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ જલ્દી જણાવશે. નેપાળની મીડિયાએ ગુરુવારે એક સમાચાર પ્રકાશિત કર્યા કે ચીનના ગૃહમંત્રી જલ્દી નેપાળ આવી રહ્યા છે. ત્યારે બન્ને દેશો મળીને દુનિયાના સૌથી ઉંચા પર્વતની સાચી ઉંચાઈની જાહેરાત કરશે. નેપાળ સરકારે વિવાદોની વચ્ચે જાહેરાત કરી હતી કે આ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ ફરીથી માપશે કેમ કે 2015માં આવેલા ભૂકંપ અને અન્ય કારણોસર તેની ઉંચાઈમાં અંતર આવ્યું છે.

  • ચીનનું માનવું છે કે નેપાળે તેને યોગ્ય રીતે માપી નહોંતી
  • નેપાળ અને ચીન મળીને માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈની જાહેરાત કરશે
  • ચીને દુનિયાની સૌથી ઉંચી ચોટી પર 5જી નેટવર્ક સ્થાપિત કર્યું  

ચીનનું માનવું છે કે નેપાળે તેને યોગ્ય રીતે માપી નહોંતી

ધ રાઈજિંગ નેપાળ અખબારના જણાવ્યાનુંસાર 1954માં સર્વે ઓફ ઈન્ડિયાએ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ માપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેની ઉંચાઈ 8848 મીટર છે. શિન્હુઆ સમાચાર એજન્સીના જણાવ્યાનુંસાર વર્ષ 1975માં ચીનના સર્વેયરે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈને 8848.13 મીટર ગણાવી હતી. આ વર્ષે મેમાં ચીને એક નવો ખુલાસો કરી દુનિયાને ચોંકાવી દીધા હતા. આ વર્ષે મેમાં ચીને ફરી તેની ઉંચાઈ માપી. ચીનના એક સર્વેક્ષણ દળ તિબ્બતના રસ્તે માઉન્ટ એવરેસ્ટ ગયું હતુ. ચીનના અનુસાર માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 8844.43 મીટર છે એટલે કે પહેલા તરતા ઉંચાઈ લગભગ 4મીટર ઓછુ. ચીનનું માનવું છે કે નેપાળે તેને યોગ્ય રીતે માપી નહોંતી.

 નેપાળ અને ચીન મળીને માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈની જાહેરાત કરશે. 

ચીનના રક્ષા મંત્રી જનરલ વેઈ ફેન્ગીએ રવિવારે માઈરિપબ્લિકા અખબારમાં કહ્યું હતું કે નેપાળ અને ચીન મળીને માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈની જાહેરાત કરશે. ધ કાઠમંડુ પોસ્ટે લખ્યું એ હજું સ્પષ્ટ નથી કે ચીની રક્ષા મંત્રી વેઈ ફેંગીના 29 નવેમ્બરના નેપાળ પ્રવાસ દરમિયાન માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈની જાહેરાત થશે કે એ બાદમાં.

 ચીને દુનિયાની સૌથી ઉંચી ચોટી પર 5જી નેટવર્ક સ્થાપિત કર્યું 

ચીનના સર્વેયરોએ મેમાં 20 વર્ગ મીટરની પહોડી પહાડી પર સર્વે માર્કર લગાવ્યો છે. મોટા ભાગે લોકો તિબ્બત તરફથી માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરે છે કેમ કે નેપાળામાં સુવિધાઓનો અભાવ છે. ઉલ્લેખનીય છે કે ચીને દુનિયાની સૌથી ઉંચી ચોટી પર 5જી નેટવર્ક સ્થાપિત કર્યું છે. જેના કારણે એક્સપર્ટમાં ચિંતા વધી છે. એક્સપર્ટનો દાવો છે કે ચીન નેટવર્કના માધ્યમથી ભારત સહિત તમામ પડોશી દેશો પર નજર રાખવા ઈચ્છે છે. અનેક એવા કામને પાર પાડી શકે છે તે ખતરનાક છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

China Mount Everest Nepal ચીન નેપાળ માઉન્ટ એવરેસ્ટ Mount Everest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ