બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'Nehru Said After India, First China', What Foreign Minister Said On Permanent Membership In UNSC
Priyakant
Last Updated: 08:35 AM, 3 April 2024
Lok Sabha Election 2024 : વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ભારતીય ક્ષેત્રના ભાગો પર ચીનના કબજા જેવી સમસ્યાઓ માટે ભૂતકાળની ભૂલો જવાબદાર હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ઓફર કરવામાં આવી ત્યારે ભારતના વલણનો ઉલ્લેખ કરતા જયશંકરે દાવો કર્યો કે, એક સમય એવો હતો જ્યારે દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુએ કહ્યું હતું કે, ભારત પછી, પહેલા ચીન.
ADVERTISEMENT
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને સંબોધતા જયશંકર એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે, શું ભારતે પી POK અને ચીન દ્વારા કબજે કરેલા ભારતીય પ્રદેશોની પરિસ્થિતિ સાથે સમાધાન કરવું જોઈએ અથવા તેમને પાછા મેળવવાના પ્રયાસો કરવા જોઈએ.
Gujarat | Speaking at the Gujarat Chamber of Commerce and Industry in Ahmedabad, External Affairs Minister Dr S Jaishankar says, "Even in the case of Pakistan, I think people know that Sardar Patel was opposed to our going to the United Nations because he knew the mentality of a… https://t.co/XL1jE5ThPK pic.twitter.com/NXoQCaCTRl
— ANI (@ANI) April 3, 2024
ADVERTISEMENT
જાણો શું કહ્યું વિદેશમંત્રીએ ?
વિદેશમંત્રી જયશંકરે કહ્યું, 1950માં (તત્કાલીન ગૃહમંત્રી) સરદાર પટેલે નેહરુને ચીન વિશે ચેતવણી આપી હતી. પટેલે નેહરુને કહ્યું હતું કે, આજે પહેલીવાર આપણે બે મોરચે (પાકિસ્તાન અને ચીન) એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ જેનો ભારતે પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. પટેલે નેહરુને એમ પણ કહ્યું હતું કે ચીન જે કહે છે તે તેઓ માનતા નથી કારણ કે તેમના ઈરાદા કંઈક બીજું હોય તેવું લાગી રહ્યું છે અને આપણે સાવચેત રહેવું જોઈએ.
જયશંકરે કહ્યું કે નેહરુએ પટેલને જવાબ આપ્યો હતો કે, તમે ચીન પર બિનજરૂરી શંકા કરો છો. નેહરુએ એમ પણ કહ્યું હતું કે, હિમાલયમાંથી કોઈ આપણા પર હુમલો કરે તે અશક્ય છે. નેહરુ તેને (ચીની ધમકી) સંપૂર્ણપણે ફગાવી રહ્યા હતા. જયશંકરે કહ્યું, આટલું જ નહીં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (સુરક્ષા પરિષદ)ના કાયમી સભ્યપદના વિષય પર ચર્ચા થઈ હતી અને તે અમને ઓફર કરવામાં આવી રહી હતી, ત્યારે નહેરુનું વલણ હતું કે અમે તેના હકદાર છીએ પરંતુ પહેલા ચીનને તે મળવું જોઈએ. તેમણે કહ્યું, અમે અત્યારે ઈન્ડિયા ફર્સ્ટની નીતિને અનુસરી રહ્યા છીએ, પરંતુ એક સમય હતો જ્યારે નેહરુ કહેતા હતા કે ભારત પછી, ચીન પહેલા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.