બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 PM, 20 May 2025
આજના સમયમાં દરેક લોકો પોતાને ફેમસ થવા પર લાગ્યા છે. જે કારણે ઘણી વાર લોકો એવી હરકત કરી જાય છે. જેની કોઈએ આશા પણ ન કરી હોય! એવામાં ઘણી વાર લોકો પોતાના એકાઉન્ટ પર એવા-એવા વિડીયો શેર કરે છે. જેનું કોઈએ વિચાર્યું પણ ન હોય! આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનના લુકમાં ઘણી મહિલાઓ રસ્તા પર રેલી કાઢતી નજરે પડી છે. ઘણા લોકો આ દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાકે તો કહ્યું કે આ શું કોઈ સ્વયંવર થઈ રહ્યું છે?
ADVERTISEMENT

પરંતુ હકીકતમાં, આ કોઈ વિવાહ પ્રસંગ કે સ્વયંવર નહોતું, પણ એક ખૂબ જ ખાસ રીતે બનાવેલ માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી. આ આખું આયોજન એક મેકઅપ સ્ટુડિયોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેકઅપ સ્ટુડિયો મનવીર કૌર નામની મેકઅપ આર્ટિસ્ટ ચલાવે છે, જેમણે સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
ADVERTISEMENT

આ વીડિયોમાં દુલ્હન જેવા લુકમાં મોડલ્સ રસ્તા પર બિલકુલ શાંતિથી ચાલતી જોવા મળે છે. તેમના ચહેરા પર કોઈ ખાસ હાવભાવ નથી, પણ તેમનો વેશ અને સ્ટાઇલ લોકોને આકર્ષવા માટે પૂરતી હતી.આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો છે અને અત્યાર સુધીમાં આને 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકોનાં કોમેન્ટ્સ પણ ખૂબ રસપ્રદ છે. કોઈએ કહ્યું - "આને કહેવાય સાચું પ્રમોશન!", તો કોઈએ કહ્યું - "શું ખરેખર સ્વયંવર ચાલી રહ્યું છે?" એક યૂઝરે મજાકમાં કહ્યું - "આખો પુરુષ સમુદાય ખુશ છે!" આ ઘટના એ સાબિત કરે છે કે જો કોઈ માર્કેટિંગ જોરદાર કરો તો તે કેટલી અસરકારક થઈ શકે છે. આજના યુગમાં વિચારથી ભરપૂર ક્રીએટિવિટીનું મહત્વ બહુ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.