બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:16 AM, 9 October 2025
દેશના અનેક યુવાનોનું સપનું હોય છે કે એક દિવસ તેઓ IAS અફસર બને. પરંતુ UPSC ની કઠિન સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી દરેક માટે સરળ નથી. દર વર્ષે લાખો વિદ્યાર્થી પરીક્ષા આપે છે, પણ માત્ર ગણતરીના લોકો જ સફળ થઈ ને IAS બની શકે છે. પણ શું તમે જાણો છો કે UPSC ની પરીક્ષા આપ્યા વિના પણ તમે IAS સ્તર ના પદ પર પહોંચી શકો છો? હા, આ લેટરલ એન્ટ્રી દ્વારા શક્ય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લેટરલ એન્ટ્રી એ સરકાર દ્વારા શરૂ કરાયેલી એક વિશેષ ભરતી પ્રક્રિયા છે, જેમાં પ્રાઇવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર અથવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં વર્ષો થી કામ કરતા અનુભવી પ્રોફેશનલ્સને સીધા સરકારના ઉચ્ચ પદ પર નિયુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયા નો ઉદ્દેશ સરકારી તંત્રમાં વિશેષ જ્ઞાન અને અનુભવ લાવવાનો છે. એમાં ઓફિસરો ને જોઇન્ટ સેક્રેટરી, ડિરેક્ટર અથવા ડેપ્યુટી સેક્રેટરી જવા પદ પર નિયુક્તિ મળે છે, જ્યાં તેઓ પોલિસી બનાવવામાં અને મહત્વના નિર્ણયો લેશે.

ADVERTISEMENT
આ પ્રક્રિયામાં કોઈ લખિત પરીક્ષા હોતી નથી. ઉમેદવારનો પસંદ તેમના અનુભવ, સિદ્ધિઓ અને UPSC ના ઇન્ટરવ્યૂ પર આધારિત હોય છે. સૌપ્રથમ યોગ્ય ઉમેદવારો ની શોર્ટલિસ્ટ તૈયાર થાય છે, ત્યાર બાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બુલાવવામાં આવે છે.
ADVERTISEMENT
સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી જરૂરી છે.
ADVERTISEMENT
10 થી 15 વર્ષ નો અનુભવ પ્રાઇવેટ, PSU અથવા અન્ય સંસ્થામાં હોવો જોઈએ.
ADVERTISEMENT
ઉચ્ચ પદ માટે કેટલાંક આર્થિક માનક પણ હોય છે. જેમ કે જોઇન્ટ સેક્રેટરી લેવલ પર વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹35 લાખ હોવી જોઈએ.
આ પદો કોન્ટ્રાક્ટ બેઝિસ પર હોય છે. અવધિ સામાન્ય રીતે 3 થી 5 વર્ષ ની હોય છે, જે પરફોર્મન્સ પર આધારિત લાંબી કરી શકાય છે.
વધુ વાંચો : ભારતીય સેનામાં 12 પાસ યુવાઓ માટે ઉમદા તક, અરજી કરતા પહેલા જાણી લો તમામ વિગતો
સરકાર માને છે કે અનુભવી પ્રોફેશનલ્સ નુ સહકાર મળવાથી નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે અને સરકારી તંત્રમાં નવી વિચારધારા (innovation) આવે છે. આ સિસ્ટમ નિષ્ણાતોને સીધા નીતિ સ્તરે લાવવાનો મોકો આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.