ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 4 જ દિવસમાં કેમ ખતમ થઇ ગયું 'ઓપરેશન સિંદૂર'? સળગતા સવાલ પર આર્મી ચીફનો ધારદાર જવાબ

પ્રતિક્રિયા / 4 જ દિવસમાં કેમ ખતમ થઇ ગયું 'ઓપરેશન સિંદૂર'? સળગતા સવાલ પર આર્મી ચીફનો ધારદાર જવાબ

Published By: Nidhi Panchal

Last Updated: 02:51 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલું ઓપરેશન સિંદૂર ફક્ત ચાર દિવસ જ ચાલ્યું હતું, જેના કારણે લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. આ મુદ્દે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે ખુલાસો કરતાં યુદ્ધની અવધિ અને તૈયારી અંગે મહત્વપૂર્ણ સમજાવટ આપી.

ADVERTISEMENT

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલી સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂર માત્ર 4 દિવસ ચાલી હતી. આ બાબતે દેશભરમાં ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે એટલી મોટી કાર્યવાહી કેમ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ ગઈ? મંગળવારે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ મુદ્દે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી.

operation-sinddor-simple

અમદાવાદમાં યોજાયેલા AIMA ના 52મા રાષ્ટ્રીય વ્યવસ્થાપન સંમેલનમાં બોલતા આર્મી ચીફે કહ્યું કે યુદ્ધ હંમેશાં અનિશ્ચિત હોય છે અને તેની અવધિ વિશે કોઈ ચોક્કસ આગાહી કરી શકાતી નથી. તેમણે કહ્યું કે “ઘણા લોકો કહેતા હતા કે ઓપરેશન સિંદૂર 4 દિવસની ટેસ્ટ મેચની જેમ કેમ સમાપ્ત થયું? પરંતુ વાસ્તવમાં યુદ્ધની અવધિ કોઈ નક્કી કરી શકતું નથી.”

જનરલ દ્વિવેદીએ લાંબા સમય સુધી યુદ્ધ ટકાવી રાખવા માટે જરૂરી ત્રણ પાસાં સમજાવ્યાં. તેમાં ફોર્સ વિઝ્યુલાઇઝેશન, ફોર્સ પ્રોટેક્શન અને ફોર્સ એપ્લિકેશન છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે જ્યારે રશિયા યુક્રેન પર ચઢાઈ ગયું, ત્યારે માનવામાં આવ્યું હતું કે આ યુદ્ધ દસ દિવસમાં સમાપ્ત થશે, પરંતુ તે આજેય ચાલુ છે. એ જ રીતે ઈરાન-ઈરાક યુદ્ધ પણ દાયકાથી વધુ સમય સુધી ચાલ્યું હતું. એટલે કે યુદ્ધ કેટલો સમય ચાલશે તે કોઈ આગોતરું કહી શકતું નથી.

આર્મી ચીફે વધુમાં કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડેવિડ અને ગોલિયાથ સિસ્ટમ મહત્વની છે. એટલે કે ઓછી કિંમતની પણ અદ્યતન ટેકનોલોજી ઘણીવાર મોટા અને શક્તિશાળી પ્રતિસ્પર્ધીને હરાવવાની ક્ષમતા ધરાવે છે. તેથી દેશે લાંબા યુદ્ધ માટે પૂરતા સંસાધનો તથા આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ રહેવું જોઈએ.

app promo6

રક્ષણની મહત્વતા પર જણાવ્યું કે દુશ્મનના સતત હુમલાનો સામનો કરવાની ક્ષમતા સાથે જરૂરી સમયે પ્રતિપ્રહાર કરવાની તૈયારી હોવી જોઈએ. આ માટે આયોજન, સુરક્ષા અને ફોર્સનો યોગ્ય ઉપયોગ એ ત્રણ મુખ્ય મુદ્દા છે. તેમણે કહ્યું કે લક્ષ્યો સતત બદલાતા રહેશે અને વિરોધી પણ પોતાની ટેકનોલોજી સુધારતો રહેશે. તેથી આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : 55 પ્લેનની કેપેસિટી, 75 હજાર ટન, જાણો INS વિશાલની ખાસિયતો, જે વધારશે દરિયાઈ તાકાત

ઉલ્લેખનીય છે કે ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય દળોએ પાકિસ્તાનની અંદર અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. આ દરમ્યાન પાકિસ્તાને પણ વળતો હુમલો કર્યો અને બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. બાદમાં 10 મેની સાંજે પરસ્પર કરાર બાદ આ કાર્યવાહી સમાપ્ત કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan conflict Army Chief Upendra Dwivedi Operation Sindoor

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ