બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 AM, 24 June 2025
No Fuel For Old Vehicles Policy : દેશની રાજધાની દિલ્હીમાં 1 જુલાઈથી ઇંધણ પંપ પર જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ 21 જૂને કહ્યું હતું કે, 1 જુલાઈથી કોઈપણ End Off Life જૂના વાહનને દિલ્હીના ઇંધણ સ્ટેશનો પર તેની ટાંકી ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં પછી ભલે તે કોઈપણ રાજ્યમાં નોંધાયેલ હોય. હવે દિલ્હી પેટ્રોલ ડીલર એસોસિએશન (DPDA) એ આ બાબતે સરકારને અપીલ કરી છે અને દંડની જોગવાઈઓ દૂર કરવાની માંગ કરી છે. મતલબ કે End Off Life વાહનો જે ડીઝલ વાહનો છે જે 10 વર્ષ જૂના છે અને પેટ્રોલ વાહનો જે 15 વર્ષ જૂના છે.
ADVERTISEMENT
શું છે એસોસિએશનની માંગ?
દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશન (DPDA) એ સોમવારે સરકારને વિનંતી કરી કે, જો ફ્યુઅલ પંપ ડીલરો 'જૂના વાહનો માટે ઇંધણ નહીં' નીતિ લાગુ કરવામાં નિષ્ફળ જાય તો તેમના પર લાદવામાં આવેલી દંડની જોગવાઈઓ પાછી ખેંચી લેવામાં આવે. દિલ્હીના પરિવહન મંત્રી પંકજ સિંહ અને પરિવહન કમિશનરને લખેલા પત્રમાં DPDA એ જણાવ્યું હતું કે નિયમમાં જણાવાયું છે કે, આવા અંતિમ જીવન (EOL) વાહનોના સંદર્ભમાં તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેમાં તેમની જપ્તી અને નિકાલનો સમાવેશ થાય છે. આ પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ પેટ્રોલ પંપ ડીલરોને કોઈપણ ગ્રાહકને ઇંધણ આપવાનો ઇનકાર કરવાની મનાઈ છે. આ સ્થિતિમાં જૂના વાહનોને પેટ્રોલ-ડીઝલ ન આપવાના આદેશ અને કાયદાના નિયમોનું પાલન વચ્ચે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે.
ADVERTISEMENT
STORY | 'No fuel for old vehicles' policy: Delhi petrol pump dealers demand removal of penal provisions
— Press Trust of India (@PTI_News) June 23, 2025
READ | https://t.co/N5uLoKIEYE pic.twitter.com/12UQRmdlGr
DPDAએ એમ પણ કહ્યું હતું કે, પેટ્રોલ પંપ એટેન્ડન્ટ્સ એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે કામ કરી શકતા નથી અને જો તેઓ આમ કરે તો ઊભી થઈ શકે તેવી સમસ્યાઓથી સરકારને વાકેફ કર્યા હતા. તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરમાં ગાઝિયાબાદમાં 'નો હેલ્મેટ, નો ફ્યુઅલ' નીતિ લાગુ કરવા બદલ એક પંપ એટેન્ડન્ટને ગોળી મારી દેવામાં આવી હતી. હવે સરકારની નવી નીતિ 'જૂના વાહનો માટે ઇંધણ નહીં' લાગુ કરતા પહેલા એસોસિએશને પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આ નવી નીતિ લાગુ કરતી વખતે કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ ટાળી શકાય.
ADVERTISEMENT

કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવી જોઈએ
ADVERTISEMENT
DPDA એ તેના પત્રમાં જણાવ્યું હતું કે, નવા સરકારી આદેશ મુજબ નીતિનું પાલન ન કરવા બદલ ડીલરો અથવા પંપ એટેન્ડન્ટ્સની ધરપકડ સહિત દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ વ્યવહારુ નથી અને સ્વીકાર્ય પણ નથી. આવા પગલાં માત્ર આવશ્યક સેવાઓમાં વિક્ષેપ પાડશે નહીં પરંતુ યોજનાને નિષ્ફળ પણ બનાવશે.
ADVERTISEMENT
DPDAએ પેટ્રોલ પંપ ડીલરો પર લાદવામાં આવેલી દંડાત્મક જોગવાઈઓ પર પુનર્વિચાર કરવા અને તેને રદ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત એસોસિએશને એમ પણ કહ્યું છે કે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા આ બાબતે કોઈ SOP શેર કરવામાં આવી નથી તેથી નવી નીતિને યોગ્ય રીતે લાગુ કરવા માટે SOP પણ શેર કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.