બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / national nia raid at pfi locations in up bihar and madhya pradesh know updates

BIG BREAKING / પ્રતિબંધિત PFI વિરૂદ્ધ NIAની કાર્યવાહી: UP,MP સહિત દેશના આ રાજ્યોમાં એકસાથે 17 સ્થળોએ દરોડા પાડતા દોડધામ

Malay

Last Updated: 08:54 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NIA RAID: આતંકવાદી કનેક્શનને લઈને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં ઘણા સ્થળોએ સપાટો બોલાવ્યો છે. તપાસ એજન્સીએ એક સાથે 17 સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 

  • PFI સામે NIAનું ફરી એક્શન
  • UP-બિહાર અને MPમાં દરોડા
  • દેશભરમાં કુલ 17 જગ્યાઓ પર દરોડા 

પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કાર્યવાહી યથાવત છે. NIAએ દેશભરમાં PFIના ઠેકાણાઓ પર ફરી દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દેશભરમાં કુલ 17 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર NIAના અધિકારીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં સર્ચ ચલાવી રહ્યા છે.

NIA | VTV Gujarati

કેન્દ્ર સરકારે PFI પર મૂક્યો છે પ્રતિબંધ 
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, PFI અને તેની આનુષંગિક સંસ્થાઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને સીરિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત છે. એટલું જ નહીં આ સંગઠન દેશમાં એક ખાસ સમુદાયમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યું છે. ઉપરાંત PFI અને તેના કેડર વારંવાર દેશમાં હિંસક અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. 

Tag | VTV Gujarati

તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છેઃ ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તપાસમાં PFI પર આરોપોના પુરાવા મળ્યા છે. 22 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્ય પોલીસે PFI પર દરોડા પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડામાં PFI સાથે જોડાયેલા 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બીજા રાઉન્ડના દરોડામાં PFI સાથે જોડાયેલા 247 લોકોની ધરપકડ કરીને અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પછી તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગ કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. 

શું કહ્યું હતું ગૃહ મંત્રાલયે? 

- ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે, PFI અને તેની સંલગ્ન સંસ્થાઓ ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગને કટ્ટરપંથી બનાવીને લોકશાહીની વિભાવનાને નબળી પાડવાનું કામ કરે છે અને દેશના બંધારણીય સત્તા અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર દર્શાવે છે.

- PFI અને તેની સંલગ્ન સંસ્થાઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે, જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રતિકૂળ છે અને જે શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે.

- PFIના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) ના નેતાઓ છે અને PFI જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે પણ સંકળાયેલું છે. આ બંને સંગઠનો પ્રતિબંધિત સંગઠનો છે. ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક અને સીરિયા જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે PFIના આંતરરાષ્ટ્રીય સંબંધોના ઘણા ઉદાહરણો છે.
- PFI અને તેની સંલગ્ન સંસ્થાઓ ગુપ્ત રીતે દેશમાં અસુરક્ષાની લાગણીને પ્રોત્સાહન આપીને સમુદાયમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. તેના કેટલાક સભ્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે તે હકીકત દ્વારા આની પુષ્ટિ થાય છે.

- પીએફઆઈ ઘણા ગુનાહિત-આતંકવાદી કેસોમાં સંડોવાયેલ છે. દેશની બંધારણીય સત્તાનો અનાદર કરે છે. બહારના સ્ત્રોતોમાંથી નાણાં અને વૈચારિક સમર્થન સાથે તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, પીએફઆઈ અને તેના કેડર વારંવાર હિંસક કૃત્યોમાં સામેલ છે. આમાં પ્રોફેસરનો હાથ કાપી નાખવો, અન્ય ધર્મોનું પાલન કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની હત્યા કરવી, અગ્રણી લોકો અને સ્થળોને નિશાન બનાવવા માટે વિસ્ફોટકો મેળવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે.

- પીએફઆઈ કેડર ઘણી આતંકી ગતિવિધિઓ અને અનેક લોકોની હત્યામાં સામેલ છે. અને આવા ગુનાહિત કૃત્યો અને જઘન્ય હત્યાઓ જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને લોકોના મનમાં આતંકનો ડર જગાડવાના એકમાત્ર હેતુથી કરવામાં આવી છે. વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે પીએફઆઈના આંતરરાષ્ટ્રીય સંબંધો હોવાના ઘણા ઉદાહરણો છે અને પીએફઆઈના કેટલાક સભ્યો ISISમાં જોડાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ