બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:34 PM, 10 February 2026
મથુરાના મહાવન વિસ્તારના ખપરપુર ગામથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના પાંચ લોકોની લાશ મળી આવી છે. આ લાશોમાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકો પણ છે. સૂચના મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લાશોને કબજે કરીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસને મળેલા પુરાવાના આધારે આ મામલો આત્મહત્યાનો છે. ઘટનાસ્થળે દીવાલ અને નોટબૂકમાં લખેલી સુસાઇડ નોટ અને એક વીડિયો પણ મળ્યો છે.
ADVERTISEMENT
પતિ-પત્ની અને ત્રણ બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રારંભિક માહિતી પ્રમાણે, કહેવાઈ રહ્યું છે કે પરિવારના તમામ સભ્યોએ સોમવારે રાતે દૂધમાં ઝેર ભેળવીને પી લીધું. સવારે જ્યારે પરિવારના લોકો મોડે સુધી ન જગ્યા તો પાડોશીઓને શંકા થઈ. ઘણીવાર સુધી દરવાજો ન ખૂલતાં તેમણે પોલીસને જાણ કરી.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મથુરાના ખપરપુર ગામમાં એક જ પરિવારના પાંચ લોકોની લાશ મળી છે. ઘરના મુખિયાનું નામ મુકેશ છે, તે ખેતી કરતાં હતા. બાંધણી લાશો ઘરના રૂમમાં મળી આવી. પાડોશમાં મુકેશના ભાઈ રહે છે, તેમને આજે સવારે જ્યારે કોઈ હરકત ન થઈ તો ઘરે જઈને જોયું, ઘર અંદરથી બંધ હતું. દીવાલ કૂદીને મુકેશના ભાઈએ અંદર જઈને દરવાજો તોડ્યો તો અંદર પાંચેની લાશ પડી હતી.

ADVERTISEMENT
સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે, પરિવારના સભ્યો જ્યારે મોડી સવાર સુધી તેમના રૂમમાંથી બહાર ન આવ્યા, તો પડોશીઓને શંકા ગઈ. લોકોએ બારી અને દરવાજામાંથી અંદર ડોકિયું કરીને જોયું તો દ્રશ્ય જોઈને ચોંકી ગયા. તાત્કાલિક આની સૂચના પોલીસને આપવામાં આવી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ જ્યારે રૂમની અંદર પહોંચી તો લાશોની પાસેથી જ દૂધના ગ્લાસ પડ્યા મળ્યા. આને લીધે પ્રાથમિક રીતે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે મૃત્યુનું કારણ ઝેરીલી વસ્તુ હોઈ શકે છે, જેને દૂધમાં ભેળવીને આપવામાં આવી હોય.
આ પણ વાંચો: અજિત પવારના બારમાની વચ્ચે શરદ પવારની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું કે પોલીસને ઘટનાસ્થળે દિવાલ પર લખેલી એક સુસાઇડ નોટ અને એક નોટબૂક પર લખેલી સુસાઇડ નોટ મળી છે. મુકેશનો ફોન પણ મળ્યો છે, જેમાં આત્મહત્યાને લઈને એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં મૃતકે આત્મહત્યાની વાત કરી હતી. બધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પરિજનો અને ગ્રામજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.