બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'કામસૂત્રની પોઝિશન દેખાડો', રિયાલિટી શોમાં રુપાળી છોકરીઓને કહેતાં ખળભળાટ, મામલો સરકાર પાસે

મોટો વિવાદ / 'કામસૂત્રની પોઝિશન દેખાડો', રિયાલિટી શોમાં રુપાળી છોકરીઓને કહેતાં ખળભળાટ, મામલો સરકાર પાસે

Last Updated: 08:50 AM, 2 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિયાલિટી શોએ અશ્લિલતાની હદ વટાવી દીધી છે તેણે છોકરીને કામસૂત્રની વિવિધ પોઝિશન દેખાડવાનું કહ્યું હતું જે પછી રાજનીતિ અને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો હતો.

એજાઝ ખાનના નવા શરૂ થયેલા રિયાલિટી શો, હાઉસ અરેસ્ટની એક વિવાદાસ્પદ ક્લિપ વાયરલ થઈ છે જેને કારણે ખળભળાટ મચ્યો છે. ક્લિપમાં એઝાઝ ખાન સ્પર્ધકોને સેક્સની વિવિધ પોઝિશન દેખાડવાનું કહ્યું હતું. રિયાલિટી શોમાં એઝાઝે સ્પર્ધકોને પૂછ્યું કે શું તમે સેક્સની પોઝિશન જાણો છો? છોકરીઓ ના પાડતાં તેણે કહ્યું કે "તુમને પ્રયોગ નહીં કિયા કભી? (શું તમે ક્યારેય પ્રયોગ નથી કર્યો) ત્યાર બાદ તેણે બીજા પણ અશ્લિલ સવાલો પૂછ્યાં હતા. પોતાના બોલ્ડ અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા એજાઝે હજુ સુધી ટીકાનો જાહેરમાં જવાબ આપ્યો નથી.

રાજનીતિમાં મચી ચકચાર

આ ક્લિપ વાયરલ થયા બાદ રાજનીતિ અને સોશિયલ મીડિયામાં ચકચાર મચી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સાંસદ નિશિકાંત દુબેએ ખાતરી આપી હતી કે શો સામે કાર્યવાહી કરવામાં આવશે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે તેમણે વારંવાર આવી એપ્સ પર અભદ્ર સામગ્રી અંગે સરકારને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. મેં સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો ઉઠાવ્યો છે કે ઉલ્લુ એપ અને ઓલ્ટ બાલાજી જેવી એપ્સ, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા અશ્લીલ સામગ્રી માટેની એપ્સ પરના પ્રતિબંધમાંથી બચી ગઈ છે. હું હજુ પણ તેમના જવાબની રાહ જોઈ રહ્યો છું.

સોશિયલ મીડિયા પર ટીકા

સેક્સ પોઝિશનની ક્લિપ વાયરલ થયાં બાદ આ વીડિયોની સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી તીવ્ર ટીકા થઈ હતી. એક X યુઝરે કહ્યું કે "અરે, ટીવી શો કેટલા નીચા સ્તરે આવી ગયા છે. બીજાએ કહ્યું કે "આ શું છે...? તે ન તો રમુજી છે, ન મનોરંજક છે અને ન તો પોર્ન. આજકાલ નિર્માતાઓ અને દિગ્દર્શકોમાં કંઈક વિચિત્ર રીતે ખોટું છે જ્યાં ખરાબ વસ્તુઓને ઇચ્છનીય માનવામાં આવે છે. ત્રીજા યુઝરે કહ્યું કે તેઓ આવા ટીવી શોને કેવી રીતે મંજૂરી આપે છે?

વધુ વાંચો : બાપ રે! એક વાળને કારણે વાઈફ આતંકીઓની ગોળીઓથી બચી ગઈ, પતિ-પુત્ર પણ બચ્યાં, નાની ચીજનું મોટું કામ

રણવીર અલ્હાબાદિયાએ પણ કરી હતી સેક્સી કોમેન્ટ

ઉલ્લેખનીય છે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પ્રભાવક રણવીર અલ્હાબાદિયાએ પણ માતાપિતા પર સેક્સી કોમેન્ટ કરીને મોટો વિવાદ પેદા કર્યો હતો જોકે પછી તેણે માફી પણ માાગી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National news Reality Show Positions Clip ajaz khan reality show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ