ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / એક જ એડ્રેસ, એક જ મોબાઇલ નંબર, છતાંય 25 પાસપોર્ટ બની ગયા, આ કેવી લાલિયાવાડી

બેદરકારી / એક જ એડ્રેસ, એક જ મોબાઇલ નંબર, છતાંય 25 પાસપોર્ટ બની ગયા, આ કેવી લાલિયાવાડી

Published By: Priyankka Triveddi

Last Updated: 12:49 PM, 2 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarpradesh Passport Scam: ગાઝિયાબાદ જિલ્લામાં પોલીસ અને પાસપોર્ટ વિભાગની એક મોટી લાલિયાવાડી સામે આવી છે. અને આ મામલે પોલીસે 25 લોકો સામે FIR દાખલ કરી છે. શું છે સમગ્ર મામલો વાંચો એક ક્લિકે.

ADVERTISEMENT

Uttarpradesh Passport Scam: ગાઝિયાબાદ જિલ્લામાં પાસપોર્ટ વિભાગ અને પોલીસની એક મોટી બેદરકારી કે લાલિયાવાડી સામે આવી છે. જેમાં એક જ એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર પર 1,2, 10 નહીં પણ 25 પાસપોર્ટ બનવાનો મામલો સામે આવ્યો છે. જેવી આ બાબતની જાણ પોલીસને થઈ તેમણે પાસપોર્ટ વિભાગને સૂચના આપી અને આ મામલે 25 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અને પાસપોર્ટ વિભાગ હાલ આ પુરા મામલે તપાસ કરી રહ્યું છે. આ ઘટના જિલ્લાના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે 25 લોકોના નામ પર પાસપોર્ટ બન્યા છે તે બધાનું એક જ એડ્રેસ છે અને દરેકના ફોર્મ પર એક જ મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે. આ તમામ પાસપોર્ટ ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર 2022 વચ્ચે બનાવાયા હતા. આશંકા છે કે આ દેશમાં કોઈમોટું કૌભાંડ કે કાંડ કરવા માટે તો નહીં બન્યા હોય ને કે પછી કોઈ ગેંગ ફેક પાસપોર્ટ બનવાનું કામ કરી રહી છે. પોલીસ આમા પાસપોર્ટ વિભાગના મિલીભગત હોવાના મુદ્દે પણ તપાસ કરી રહી છે.

પોસ્ટમેન પર દાખલ થઈ FIR

ભોજપુર પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ સંબંધિત મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે કુલ 25 વ્યક્તિઓ સામે FIR નોંધાઈ છે. જેમાં એક પોસ્ટમેનનો પણ સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે તમામ આરોપીઓ સામે આઈટી એક્ટ હેઠળ ગુના દાખલ કરાયા છે. આ પ્રકારના કેસ જિલ્લામાં આવેલા ત્રણ અલગ–અલગ ગામોમાં સામે આવ્યા છે.

FIRમાં જે લોકોના નામ સમાવાયા છે તેમાં અમનપ્રીત કૌર, જસપ્રીત કૌર, રીતુ શર્મા, મેઘા રાણા, રાજકુમારી, દલજીત સિંહ, મહેન્દ્ર કૌર, યશોદા રાય, બંસરી રાય, જીત કૌર, શમશેર સિંહ ઉપરાંત પોસ્ટમેન અરુણ કુમારનો સમાવેશ થાય છે.

1 પાસપોર્ટ ડિલિવરીના લેતો હતો 2000 રૂપિયા

આ કેસમાં આરોપી અરુણ કુમાર છેલ્લા 12 વર્ષથી પોસ્ટમેન તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને ભોજપુર વિસ્તારમાં ટપાલ આપવાનું કામ કરતો હતો. પોલીસ એક અન્ય તપાસના ભાગરૂપે તેની પૂછપરછ કરવા પહોંચી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા. અરુણ કુમારે જણાવ્યું કે લગભગ પાંચ મહિના અગાઉ વિવેક ગાંધી અને પ્રકાશ નામના બે વ્યક્તિઓ તેની પાસે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેટલાક પાસપોર્ટ તેના વિસ્તારમાં આવશે પરંતુ તેને સરનામે પહોંચાડવાને બદલે તેમને તેમના સરણં આપી જવાન રહેશે. આ કામ બદલ તેને દરેક પાસપોર્ટ પર 2000 રૂપિયાની આપવાની લાલચ આપવામાં આવી હતી. પૈસાની લાલચમાં આવીને અરુણ કુમારે પાસપોર્ટ મેળવવા આવનાર વ્યક્તિઓ પાસેથી રકમ વસૂલવાની શરૂઆત કરી દીધી હતી.

તંત્રની ગંભીર બેદરકારી સામે આવી

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પોસ્ટમેનને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે પોલીસ વેરિફિકેશન અને પાસપોર્ટ ઓફિસની ચકાસણી છતાં એક જ સરનામે 25 પાસપોર્ટ કેવી રીતે જારી થયા? આ મુદ્દે પોલીસ કોઈ સ્પષ્ટ જવાબ આપી રહી નથી. આ કેસ અંગે ન તો પોલીસ દ્વારા કોઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે અને ન તો પાસપોર્ટ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે બંને વિભાગોની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: હિમાચલ-ઉત્તરાખંડમાં કોલ્ડ વેવ એલર્ટ, પહાડી રાજ્યોમાં હિમવર્ષા

vtv app promotion

ચાર આરોપીઓની ધરપકડ

તપાસ આગળ વધારતાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ દિલ્હીના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસેથી મોટી માત્રામાં બનાવટી દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસ હાલ તમામ આરોપીઓની વિગતવાર પૂછપરછ કરી રહી છે અને પાસપોર્ટ કૌભાંડના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarpradesh News Postman Fraud Passport Scam

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ