ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જ્યારે એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનને અપાયો જડબાતોડ જવાબ, ત્યાર બાદ કયા કામમાં લાગી ગયેલા જયશંકર-ડોભાલ

ઓપરેશન સિંદૂર / જ્યારે એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનને અપાયો જડબાતોડ જવાબ, ત્યાર બાદ કયા કામમાં લાગી ગયેલા જયશંકર-ડોભાલ

Last Updated: 11:24 AM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પહેલગામમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલો દાગીને આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા. ત્યારે ચાલો જાણીએ કે જયારે ભારતીય સેના આ ઓપરેશન સિંદૂરને અંજામ આપી રહી હતી, ત્યારે વિદેશ મંત્રી જયશંકર અને અજિત ડોભાલ શું કરી રહ્યા હતા.

ADVERTISEMENT

Operation Sindoor: ભારતીય સેનાએ આપેલા વચન મુજબ, પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. મંગળવાર-બુધવારની રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનની ધરતી પર રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલો વરસાવી દીધી. આમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ભારતે એક કે બે નહીં પણ નવ સ્થળોએ અનેક મિસાઇલો છોડી છે. જ્યારે ભારતીય સેના પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં લાગી હતી, ત્યારે ભારતનું રાજદ્વારી અને રાજકીય તંત્ર પણ બીજી કાર્યવાહીમાં વ્યસ્ત હતું. વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નેતૃત્વમાં આ ટીમ પોતાનું કામ કરી રહી હતી.

પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પરના આ હુમલાઓ પછી તરત જ, જયશંકર અને અજિત ડોભાલ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ વિશે માહિતી આપી રહ્યા હતા. આ હુમલા પછી, બુધવારે વહેલી સવારે ચાર મહત્ત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા. ભારતે વિશ્વના મહત્ત્વપૂર્ણ દેશોના રાજદ્વારીઓને કહ્યું કે તેની કાર્યવાહી આતંકવાદી ઠેકાણાઓ સુધી મર્યાદિત હતી. આ કાર્યવાહી અત્યંત જવાબદારી સાથે અંજામ આપવામાં આવ્યો હતો. અમે નથી ઇચ્છતા કે આ કાર્યવાહી કોઈ સંઘર્ષનું સ્વરૂપ લે. આ હુમલામાં, ભારતે કોઈપણ નાગરિક, આર્થિક કે પાકિસ્તાની સેનાના ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા નથી. આ દરમિયાન ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા.

ડોભાલે કરી યુએસ એનએસએ સાથે વાત

આ હુમલા બાદ અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે હુમલા પછી તરત જ યુએસ એનએસએ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી હતી. તેમણે રૂબિયોને ભારતની કાર્યવાહી વિશે માહિતી આપીને કહ્યું કે ભારતે આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી છે. તેમણે પાકિસ્તાન પર હુમલો કર્યો નથી. અહેવાલ મુજબ, હુમલા પછી તરત જ, ભારતીય રાજદ્વારીઓએ ઇંગ્લેન્ડ, સાઉદી અરેબિયા, યુએઈ અને રશિયાના રાજકારણીઓને પણ ભારતની કાર્યવાહી વિશે માહિતી આપી.

Vtv App Promotion

આ પણ વાંચો: 'પિક્ચર અભી...', ભારતની એર સ્ટ્રાઇક બાદ સેનાના પૂર્વ અધ્યક્ષના નિવેદને ચોંકાવી દીધા

ભારતે આ દેશોના રાજદ્વારીઓને કહ્યું છે કે પહેલગામ હુમલા પછી, તેને આશા હતી કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરશે પરંતુ તેણે તેમ કર્યું નહીં. આવી સ્થિતિમાં, ભારતે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું. ભારતના આ પગલાને ઘણા દેશોએ સમર્થન પણ આપ્યું છે. ઇઝરાયલે ભારતના કાર્યવાહી કરવાના અધિકારને સ્પષ્ટપણે સમર્થન આપ્યું છે. ભારતની કાર્યવાહી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ ઘટના શરમજનક છે. પરંતુ તે આશા રાખે છે કે લડાઈ વધુ આગળ નહીં વધે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Doval S Jaishankar Operation Sindoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ