બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નીતિશ કુમાર પછી કોના હાથમાં સોંપાશે બિહારની કમાન? દિલ્હીમાં ભાજપના નેતાઓની હાઈ લેવલ મિટિંગ શરૂ
Last Updated: 03:13 PM, 10 April 2026
Bihar CM: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ રાજ્યની રાજનીતિમાં નવી હલચલ શરૂ થઈ છે. માહિતી અનુસાર આગામી ત્રણથી ચાર દિવસમાં તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી શકે છે. આ વચ્ચે રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ બિહારના વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં એકત્ર થયા છે જેથી આગળની વ્યૂહરચના અંગે ચર્ચા કરી શકાય.
ADVERTISEMENT
શુક્રવારે સાંજે 6 વાગ્યે બિહાર ભાજપના નેતાઓ વિનોદ તાવડેના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક કરશે. જેમાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા થવાની છે. આ બેઠકમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. જેમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા, વિધાનસભા અધ્યક્ષ પ્રેમ કુમાર, મંત્રીઓ મંગલ પાંડે અને દિલીપ જયસ્વાલ, તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ અને નિત્યાનંદ રાય સહિતના નેતાઓ સામેલ રહેશે. ઉપરાંત પ્રદેશ પ્રમુખ સંજય સરાવગી અને બિહાર પ્રભારી વિનોદ તાવડે પણ હાજર રહેશે. જ્યારે મંત્રી શ્રેયસી સિંહને પણ ખાસ કરીને દિલ્હી બોલાવવામાં આવી છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા મુજબ ખરમાસ પૂરો થયા પછી બિહારમાં પ્રથમ વખત ભાજપનો નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે. જેના માટે આંતરિક સ્તરે તૈયારીઓ તેજ બની છે અને બાહ્ય રીતે અનુકૂળ રાજકીય વાતાવરણ પણ બનાવવામાં આવી રહ્યું છે. નીતિશ કુમારના અચાનક પગલાંઓથી અલગ રહીને ભાજપ હવે પોતાની સ્વતંત્ર રાજકીય દિશા તરફ આગળ વધી રહી છે. કહેવાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના આગામી મુખ્યમંત્રીના નામ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અંતિમ સ્તરની ચર્ચા કરી છે અને હાલ પક્ષમાં સર્વસંમતિ બનાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. 12 એપ્રિલે NDA વિધાનસભા પક્ષની બેઠક યોજાવાની છે. જેમાં નીતિશ કુમાર રાજીનામું આપવાની દરખાસ્ત મૂકી શકે છે ત્યારબાદ નવા નેતાના નામને સમર્થન આપવામાં આવશે. શક્ય છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 15 એપ્રિલે ખરમાસ પૂરો થયા પછી અથવા તેના થોડા સમય બાદ યોજાશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બિહારની રાજનીતિમાં હાલ મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીનું નામ છે. સત્તાના ગલિયારાથી લઈને ગામડાઓ સુધી તેમની પસંદગી અંગે ચર્ચાઓ તેજ બની છે. કહેવાય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમને ખાસ મહત્વ આપે છે અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મુંગેરની એક રેલીમાં તેમણે જાહેરમાં સમર્થન પણ વ્યક્ત કર્યું હતું. અન્ય પક્ષોમાં કામ કર્યા બાદ ભાજપમાં જોડાયેલા સમ્રાટ ચૌધરીએ નીતિશ કુમાર મહાગઠબંધન સાથે હતા ત્યારે રાજ્ય પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બાદમાં નીતિશ કુમાર એનડીએમાં પાછા ફરતા તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા. 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપના પ્રચારના મુખ્ય ચહેરા તરીકે ઉભરી રહ્યા છે, અને કુશવાહા સમુદાય સાથેનો તેમનો જોડાણ ભાજપને સામાજિક સમીકરણોમાં મજબૂતી આપશે એવી ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT