ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોંગ્રેસ નેતા પવન ખેરાને હાઇકોર્ટમાંથી રાહત, આ કેસમાં એક અઠવાડિયા માટે આગોતરા જામીન મળ્યા

મોટા સમાચાર / કોંગ્રેસ નેતા પવન ખેરાને હાઇકોર્ટમાંથી રાહત, આ કેસમાં એક અઠવાડિયા માટે આગોતરા જામીન મળ્યા

Published By: Priykant Shrimali

Last Updated: 12:34 PM, 10 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pawan Khera News : આ મામલાની સુનાવણી દરમિયાન કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય બદલા રૂપે દાખલ કરવામાં આવ્યો

ADVERTISEMENT

Pawan Khera News : કોંગ્રેસ નેતા પવન ખેરાને લઈને ચાલી રહેલા કાનૂની વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમને એક અઠવાડિયાના આગોતરા જામીન આપીને મોટી રાહત આપી છે. આ કેસ આસામના મુખ્યમંત્રીની પત્ની રિંકી શર્મા દ્વારા દાખલ કરાયેલા એફઆઈઆર સાથે સંબંધિત છે. કોર્ટના આ નિર્ણય બાદ પવન ખેરાને સંબંધિત કોર્ટમાં હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ સુનાવણીને મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ અંતિમ સુનાવણીમાં હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી સ્વીકારી લીધી.

આ મામલાની સુનાવણી દરમિયાન કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી કે આ કેસ રાજકીય બદલા રૂપે દાખલ કરવામાં આવ્યો છે. તેમની દલીલ મુજબ, સરકાર દ્વારા આ કાર્યવાહી દબાણ અને રાજકીય હેતુથી પ્રેરિત છે.

બીજી તરફ, આસામ સરકાર તરફથી એડવોકેટ જનરલ દેવજીતે આ દલીલનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેસ કાયદેસર છે અને તેમાં કોઈ રાજકીય બદલો નથી, તેમજ આ મામલો તેલંગાણા હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં યોગ્ય રીતે આવતો નથી.

આ પણ વાંચો : ગગનયાન મિશન તરફ ભારતનું વધુ એક મજબૂત પગલું, IADT-02 પરીક્ષણ સફળ

પવન ખેરાએ 7 એપ્રિલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે પોતાનું નિવાસ સ્થાન હૈદરાબાદ દર્શાવ્યું હતું અને ધરપકડની સંભાવના સામે આગોતરા જામીનની માંગ કરી હતી. કોર્ટમાં તેમની તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેઓ કોઈ ગુનેગાર નથી અને સમાજમાં એક પ્રતિષ્ઠિત રાજકીય વ્યક્તિ છે, તેથી તેમની ધરપકડની જરૂર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pawan Khera bail Telangana High Court verdict Assam political case

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ