બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પિકઅપ વાન નદીમાં ખાબકતાં 5થી વધુ યુવાનોના કરુણ મોત, સોમવાર બન્યો ગોઝારો

દુખદ / પિકઅપ વાન નદીમાં ખાબકતાં 5થી વધુ યુવાનોના કરુણ મોત, સોમવાર બન્યો ગોઝારો

Jay Bhatt

Last Updated: 08:32 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનાના આજે સોમવારે એક દુ:ખદ ઘટના બની છે જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે.

National News: શ્રાવણ મહિનાનો આજે સોમવારે શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિક-અપ પલટી જઈને પાણીમાં ગરકાવ થઈ હતી. જેમાં 5 શિવભક્તોના કમકમાટી ભર્યા મોત થયા હતા. મૃતકોને

મૃતકોમાં એક કિશોર પણ સામેલ

બિહારના ભાગલપુરમાં એક ભીષણ દુર્ઘટના બની છે. અહીં ઊંડા પાણીમાં વાહન પલટી જવાથી 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટા ભાગના 25 વર્ષ સુધીના યુવાનો હોવાનું કહેવાય રહ્યું છે. મૃતકોમાં 14 વર્ષનો એક કિશોર પણ સામેલ છે. આ દુર્ઘટના રાત્રે 12 વાગ્યે થયો હોવાનું જાણવા મળ્યું છે.

vtv app promotion

રસ્તામાં જ કાળનો ભેટો થઈ ગયો

શાહકુંડથી મહતો થાન થઈને સુલતાનગંજ જવાનો રસ્તો સાંકડો છે અને ઘણી જગ્યાએ સતત વરસાદને કારણે રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ ગયા છે. પ્રત્યક્ષદર્શી અનુસાર, પિકઅપ વાન પર એક નાનો ડીજે સેટ હતો અને તમામ યુવકો ભગવાન શિવને જળ ચઢાવવા જઈ રહ્યા હતા ત્યા રસ્તામાં જ કાળનો ભેટો થઈ ગયો હતો. હાઈવે પર મોતની ચિચિયારી ગૂંજી ઉઠી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.

વધુ વાંચો : યુવાનો માટે સરકારી નોકરીની તક, 3 હજારથી વધુ જગ્યાઓની ભરતી પડી, જાણો ડિટેલ્સ

ગઈકાલે UPમાં 11 શ્રદ્ધાળુઓના મોત

ગઈકાલે રવિવાર (03 ઓગસ્ટ) સવારના સુમારે ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના બની હતી જેમાં ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતા 11 શ્રદ્ધાળુઓના કમકમટીભર્યા મોત થયા હતા. પૃથ્વીનાથ મંદિર જઈ રહેલા ભક્તોથી ભરેલી એક બોલેરો પલટી ગઈ હતી. આ ભક્તો શ્રાવણ માસ હોવાથી ભોળેનાથ મંદિરે જળાભિષેક કરવા જઈ રહ્યા હતા. ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સીએમ યોગીએ આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pickup overturn Road Accident National
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ