બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / muslim ram bhakt on way to ayodhya for celebration ahead of 5 august

રામમંદિર / મુસ્લિમ ભક્તો આ અનોખી ભેટ સોગાદો સાથે આવી રહ્યા છે અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજનમાં ભાગ લેવા

Dharmishtha

Last Updated: 12:11 PM, 27 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ તો અયોધ્યામાં હિંદુ અને મુસલમાનોની વચ્ચે જમીનનો વિવાદ દશકોથી ચાલી રહ્યો હતો. જો કે હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બન્ને ધર્મના લોકો વચ્ચેના મન ભેદ ઘટી રહ્યા છે. બન્ને ધર્મના લોક નજીક આવી રહ્યા છે. મુસ્લિમ ભક્તોમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. ફૈઝ ખાન છત્તીસગઢના પોતાના ગામમાંથી મંદિરના નિર્માણ માટે ઈંટો લઈને આવી રહ્યા છે. ત્યારે અન્ય ત્રણ મુસ્લિમ રામ ભક્ત 5 ઓગસ્ટમાં ભૂમિ પૂજનમાં ભાગ લેશે.

  • લાંબા વિવાદ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે ઘટી રહી છે હિંદુ- મુસ્લિમની દુરિયા
  • રામ મંદિરને લઈને મુસ્લિમ ભક્તોમાં ઉત્સાહ, 5 ઓગ્સ્ટના રોજ  અયોધ્યા આવશે મુસ્લિમ ભક્તો
  • રામને ઈમામ- એ- હિંદ- માને છે કેટલાક મુસ્લિમો, કેટલાય રાજપૂતોએ સામેથી ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો

એક અખબારે  લગભગ 5 મુસ્લિમ ભક્તો સાથે વાત કરી જેમાં રાજા રઈશ, વાસી હૈદર, હાજી સઈદ, જમશેદ ખાન અને આજમ ખાન સાથે વાત ચીત કરી છે. આ તમામ રામને ઈમામ- એ- હિંદ અને કેટલાય રાજપૂતોના પૂર્વજ માને છે જેમણે ઈસ્લામ અપનાવ્યો છે. ફૈઝાબાદના જમશેદ ખાને જણાવ્યું કે અમે ઈસ્લામ અપનાવ્યો અને અમે ઈસ્મામ અનુસાર પ્રાર્થના  કરી એ છીએ પરંતુ ધર્મ બદલવાથી અમારા પૂર્વજ નથી બદલ્યા. રામ અમાર પૂર્વજ હતા અને અમે અમારા હિંદુ ભાઈઓ સાથે આની ઉજવણી કરીશું.

ઈમામ - એ -હિંદ હતા રામ

સઈદ અહમદ મક્કાથી હજ કરીને પાછા ફર્યા છે. તે એક સમર્પિત મુસલમાન છે પરંતુ સાથે રામ ભક્ત પણ છે. તેઓ કહે છે. ભારતીય મુસ્લિમ માને છે કે રામ એ ઈમામ-એ- હિંદ હતા અને હું અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સમયે હાજર રહીશ. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અવધ પ્રાંતના ઈન્ચાર્જ ડો. અનિલ સિંહે જણાવ્યું કે ફૈઝ ખાન છત્તીસગઢના પોતાના ગામમાંથી મંદિરના નિર્માણ માટે ઈંટો લઈને આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશભરમાંથી ઘણા મુસ્લિમ કારસેવક અયોધ્યા આવીને સેલિબ્રેશનમાં ભાગ લેશે.

ગર્ભગૃહમાં જવાનો મોકો મળશે તો આર્શીવાદ લેશે

ફૈજાબાદના રાશિદ અંસારી જણાવે છે કે જો અમને ગર્ભગૃહમાં જવાનો મોકો મળશે કે જ્યાં શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે તો આ અમારા માટે આશીર્વાદ સમાન હશે. જો સુરક્ષાના કારણોસર અમારો પ્રવેશ રોકવામાં આવશે તો અમે બહારથી સેલિબ્રેશનમાં ભાગ લઈશું.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Muslim Ram Bhakt અયોધ્યા રામ મંદિર Ayodhya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ