બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:18 AM, 31 May 2026
IPL 2026ની ફાઇનલ પહેલાં પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિકએ પોતાની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી છે. તેમની પસંદગીમાં ઘણા સ્ટાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે પરંતુ સૌથી વધુ ચર્ચા એ બાબતની થઈ રહી છે કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. કાર્તિકે પોતાની ટીમમાં ઓપનર તરીકે સાઈ સુદર્શન અને વૈભવ સૂર્યવંશીને પસંદ કર્યા છે. જોકે વૈભવને તેમણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રાખ્યો છે. વૈભવે આ સીઝનમાં શાનદાર બેટિંગ કરી છે અને 16 ઇનિંગ્સમાં 776 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર છે. બીજી તરફ સાઈ સુદર્શને 16 ઇનિંગ્સમાં 710 રન નોંધાવ્યા છે.
ADVERTISEMENT
કાર્તિકે પોતાની ટીમમાં ત્રીજા ક્રમે વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે. કોહલીએ આ સીઝનમાં 15 ઇનિંગ્સમાં 600 રન બનાવ્યા છે અને સતત સારા પ્રદર્શનથી ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી છે.
ADVERTISEMENT

મિડલ ઓર્ડરમાં ઈશાન કિશનને ચોથા નંબર પર અને રજત પાટીદારને પાંચમા નંબર પર સ્થાન મળ્યું છે. જ્યારે છઠ્ઠા ક્રમે હેનરિક ક્લાસેન અને સાતમા ક્રમે ક્રુણાલ પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઓલરાઉન્ડર તરીકે નિતીશ કુમાર રેડ્ડી, ક્રુણાલ પંડ્યા અને સુનીલ નરેનને સ્થાન મળ્યું છે. ત્રણેય ખેલાડીઓએ બેટ અને બોલ બંનેથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ADVERTISEMENT
બોલિંગ વિભાગમાં કાર્તિકે ત્રણ ઝડપી બોલરોને પસંદ કર્યા છે. તેમાં ભુવનેશ્વર કુમાર, જોફ્રા આર્ચર અને કગિસો રબાડાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
રબાડા હાલમાં 28 વિકેટ સાથે પર્પલ કેપ હોલ્ડર છે. ભુવનેશ્વર કુમાર 26 વિકેટ સાથે બીજા સ્થાને છે, જ્યારે જોફ્રા આર્ચરે 25 વિકેટ મેળવી ત્રીજું સ્થાન મેળવ્યું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ RCB vs GT મહાફાઇનલ: કિંગ કોહલીની સેના બાજી મારશે કે ઘરઆંગણે ગુજરાત રચશે નવો ઇતિહાસ!
શુભમન ગિલને ટીમમાં સ્થાન ન મળતાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે, કારણ કે તેમણે સીઝન દરમિયાન અનેક યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેમ છતાં, મુરલી કાર્તિકે પોતાના મત અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પસંદ કરીને આ ટીમ જાહેર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.