બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / RCB vs GT મહાફાઇનલ: કિંગ કોહલીની સેના બાજી મારશે કે ઘરઆંગણે ગુજરાત રચશે નવો ઇતિહાસ!
Last Updated: 12:03 AM, 31 May 2026
દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. આ આખી સીઝનની જોરદાર ટક્કર બાદ હવે ફાઇનલની બે ટીમો નક્કી થઈ ચૂકી છે. ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાવા જઈ રહી છે. બેંગલુરુની ટીમે આખી સીઝન દરમિયાન પોતાનો દબદબો અને આક્રમક ક્રિકેટ જાળવી રાખ્યું છે, જ્યારે બીજી તરફ ગુજરાત ટાઇટન્સે ટૂર્નામેન્ટના બીજા હાફમાં અકલ્પનીય વાપસી કરીને ફાઇનલ સુધીની સફર અદભુત રીતે ખેડી છે.
ADVERTISEMENT
AND IT COMES DOWN TO THE LAST TWO STANDING! ❤️💙#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/oINSqOjKhv
— IndianPremierLeague (@IPL) May 29, 2026
બંને ટીમો અગાઉ 1-1 વખત આઇપીએલની ચમકતી ટ્રોફી પોતાના નામે કરી ચૂકી છે. હવે 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મહાફાઇનલમાં જે પણ ટીમ વિજેતા બનશે, તે બીજી વાર આ ટાઇટલ જીતીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરશે. પરંતુ આ હાઈ-વોલ્ટેજ મેચમાં અમદાવાદની પિચ કોને સાથ આપશે અને આંકડા કોની તરફેણમાં છે, આવો જોઈએ વિગતવાર વિશ્લેષણ.
ADVERTISEMENT
The biggest Sunday of the year is here 🤩
— IndianPremierLeague (@IPL) May 30, 2026
We can't sleep, can you? ⌛#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/XG0YLb62tI
ADVERTISEMENT
સૌથી પહેલો અને મોટો ફેક્ટર એ છે કે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. પોતાની હોમ કન્ડિશન્સ, પિચના મિજાજની ઊંડી સમજ અને સ્થાનિક પ્રશંસકોના અભૂતપૂર્વ સપોર્ટના કારણે ચોક્કસપણે ગુજરાત ટાઇટન્સ પાસે સાયકોલોજીકલ એડવાન્ટેજ રહેશે. આઇપીએલ 2026 ની સીઝનમાં ગુજરાતે આ મેદાન પર કુલ 7 મેચ રમી છે, જેમાંથી તેમણે શાનદાર પ્રદર્શન કરતા 5 મેચમાં જીત મેળવી છે. બીજી તરફ, આ મેદાન પર આરસીબી (RCB) નો રેકોર્ડ ઘણો મિશ્ર રહ્યો છે. બેંગલુરુએ આ પિચ પર રમેલી 8 મેચોમાંથી 4 માં જીત મેળવી છે જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.
The season of twists leads us to the final question 👀
— IndianPremierLeague (@IPL) May 30, 2026
Who will write the last chapter? 📖🏆#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QSraINvtMu
ADVERTISEMENT
જો કે, હોમ એડવાન્ટેજ છતાં ગુજરાત માટે ચિંતાની વાત એ છે કે અમદાવાદના આ જ મેદાન પર જ્યારે પણ બેંગલુરુ અને ગુજરાત સામસામે આવ્યા છે, ત્યારે આરસીબીનું પલ્લું ભારે રહ્યું છે. બેંગલુરુની ટીમે અગાઉ ઘણી વખત ગુજરાતને તેના જ ઘરમાં ઘૂસીને ધૂળ ચટાડી છે. આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં રમાયેલી મેચોમાં આરસીબીએ 5 વખત ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે, જ્યારે ગુજરાતની ટીમ આરસીબી સામે માત્ર 4 વખત જ જીત મેળવી શકી છે. આ રેકોર્ડ ફાઇનલ મેચમાં આરસીબીના આત્મવિશ્વાસને બૂસ્ટ કરનારો સાબિત થશે.
ADVERTISEMENT
Just look at it 🤌
— IndianPremierLeague (@IPL) May 30, 2026
This is what they all play for 🏆#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT | @RCBTweets | @gujarat_titans pic.twitter.com/rE1El0ibM7
ADVERTISEMENT
આ આખી સીઝન દરમિયાન ક્રિકેટ એક્સપર્ટ્સ માટે એ ચર્ચાનો વિષય રહ્યો છે કે ગુજરાત ટાઇટન્સની બેટિંગ લાઇન-અપ અતિશય વધારે ઓપનર શુભમન ગિલ અને સ્ટાર બેટ્સમેન સાઇ સુદર્શન પર નિર્ભર રહી છે. ક્વોલિફાયર 1 ની મહત્વની મેચમાં આ બંને બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા અને પરિણામે ગુજરાતની આખી બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી અને આરસીબી સીધી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ગિલ અને સુદર્શન સિવાય ગુજરાતના મિડલ ઓર્ડરના અન્ય કોઈ બેટ્સમેન હાલમાં ફોર્મમાં દેખાતા નથી, જ્યારે બંને ટીમોનું બોલિંગ આક્રમણ લગભગ સરખું અને મજબૂત છે.
આ પણ વાંચોઃ હત્યા કે આપઘાત! જ્યોર્જિયામાં છેલ્લાં 16 દિવસથી ગુમ વિદ્યાર્થીનો નદીમાંથી મળ્યો મૃતદેહ
ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ અને સાઇ સુદર્શન આ સીઝનમાં અત્યાર સુધીમાં મળીને કુલ 1432 રન ફટકારી ચૂક્યા છે. તેથી, બેંગલુરુ માટે જીતનો એકમાત્ર મંત્ર એ રહેશે કે આ જોડીને ક્રિઝ પર વધુ સમય ટકવા ન દેવી. જો ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની આગેવાની હેઠળની આરસીબીની ઘાતક બોલિંગ લાઇન-અપ પાવરપ્લેની અંદર જ ગિલ અને સુદર્શનની વિકેટ ઝડપી લે છે, તો બેંગલુરુની અડધી મુશ્કેલી ત્યાં જ ખતમ થઈ જશે. ટૂંકમાં, અમદાવાદની પિચ પર રનનો વરસાદ થશે કે બોલરો ધમાકો કરશે, પરંતુ આ ફાઇનલ મુકાબલો સદીનો સૌથી રોમાંચક મેચ બનવા જઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.