બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Travel / Mumbai local receives fancy "Uttam" coaches with better facilities and aesthetics

મુંબઈ / મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેન બની ગઈ ઍડવાન્સ્ડ, તસવીરો જોઈને વિશ્વાસ નહીં થાય

Shalin

Last Updated: 08:19 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની લોકલમાં મુસાફરી કરવાવાળા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. ભારતીય રેલવેએ આ ટ્રેનોમાં નવા "ઉત્તમ" કોચ જોડ્યા છે જે વધુ સારી સગવડો આપશે અને મુસાફરોને આરામદાયક સવારી કરાવી શકશે. દેખાવમાં પણ આ કોચ ખુબ સુંદર છે.

પશ્ચિમ રેલવે વડે મુંબઈની લોકલ ટ્રેઇન્સમાં નવા "ઉત્તમ" કોચ ઉમેરવામાં આવ્યા છે. આ કોચ ચર્ચગેટ થી વિરારની વચ્ચે દોડશે.

ભારતીય રેલવેએ કરેલ જાહેરાત અનુસાર ઉત્તમ કોચમાં ઘણા બધા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ પશ્ચિમ રેલવેની પહેલી નોન AC ટ્રેન છે જેમાં મુસાફરોની સલામતી માટે CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. 

 Photo: Western Railway/Twitter
 Photo: Western Railway/Twitter

આ કોચમાં નવી ઉંચી પીઠના ટેકાવાળી સીટો નાખેલી છે. સેકન્ડ ક્લાસમાં ઉછી ગુણવત્તાની વુડન ફિનિશિંગની સીટો નાખેલી છે જે દેખાવમાં આકર્ષક લાગે છે અને સારો દેખાવ આપે છે. મુસાફરોને પકડવા માટે પહોળા અને સારી ગ્રીપ વાળા હેન્ડલ્સ આપેલા છે. ટ્રેનમાં ચેઇન ખેંચવાને બદલે નવી ઇલેક્ટ્રિક ઓપરેટેડ એલાર્મ સિસ્ટમ નાખવામાં આવી છે. ઇમર્જન્સી બટન્સ પણ આપેલા છે. 

 Photo: Western Railway/Twitter

આ ઉપરાંત દરેક કોચમાં નવા પંખા લગાવવામાં આવ્યા છે જે જુના પંખા કરતા 30% ઓછી ઉર્જાનો વપરાશ કરે છે. નવી LED લાઈટો પણ ફિટ કરાઈ છે. 

 Photo: Western Railway/Twitter

નોંધનીય છે કે આ ટ્રેન વિરાર થી ચર્ચગેટ વચ્ચે દિવસમાં 10 આંટા દોડશે. કોચ ઉપર મુંબઈની પ્રખ્યાત જગ્યાઓ અને દેશની પ્રેરણાદાયી મહિલાઓની તસવીરો લગાવેલી છે. 

એક ઉત્તમ કોચનું જૂથ મુંબઈની લોકલ ટ્રેઇન્સમાં વપરાશે જયારે બીજું એક જૂથ દક્ષિણ મધ્ય રેલવે વડે વાપરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Local Train Mumbai Mumbai local trains Mumbai locals Uttam coach Western Line Western Railway Zone Mumbai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ