ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / mumbai based man lost rs 10 lakh for a very convincing fake job offer received on whatsapp

કામની વાત / WhatsApp પર જૉબ ઓફરના ચક્કરમાં ન ભરાતા, નહીં તો થઈ જશો ઠનઠન ગોપાલ

Published By: Vikram Mehta

Last Updated: 11:10 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 550 મિલિયનથી વધુ લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. મુંબઈ સ્થિત ફૂટબોલ કોચને વ્હોટ્સએપ પર મેળ જોબ ઓફર ખૂબ જ ભારે પડી ગઈ છે. તેમની સાથે 10 લાખ રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • 550 મિલિયનથી વધુ લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે
  • વ્હોટ્સએપ પર 10 લાખ રૂપિયાનો સ્કેમ
  • વ્હોટ્સએપથી સંપર્ક કરીને પાર્ટ ટાઈમ જોબ વિશે જણાવ્યું

ભારતમાં 550 મિલિયનથી વધુ લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં યૂઝર્સ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા હોવાને કારણે અનેક લોકોને સ્કેમનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે. મુંબઈ સ્થિત ફૂટબોલ કોચને વ્હોટ્સએપ પર મેળ જોબ ઓફર ખૂબ જ ભારે પડી ગઈ છે. તેમની સાથે 10 લાખ રૂપિયાનો સ્કેમ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય જોએલ ચેટ્ટી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. 16 ઓગસ્ટના રોજ એક વ્યક્તિએ વ્હોટ્સએપથી સંપર્ક કર્યો અને પાર્ટ ટાઈમ જોબ વિશે જણાવ્યું હતું. 

સ્કેમરે જોએલને એક યૂટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે અને કન્ટેન્ટ લાઈક કરીને સ્ક્રીનશોટ મોકલવાનું કહ્યું. ત્યારપછી સારી નોકરી વિશે પણ કહેવામાં આવ્યું છે. આ વાત સાંભળીને જોએલ ચેટ્ટી ખુશ થઈ ગયા. સ્કેમરે એક લિંક આપીને ડિટેઈલ્સ ફીલઅપ કરવાનું કહ્યું. શરૂઆતમાં 150 રૂપિયા મળ્યા અને ત્યારપછી સ્કેમરે 2,800 રૂપિયા ટ્રાન્સફર કર્યા. સ્કેમરે જોએલને એકાઉન્ટ ખોલવા માટે 9,000 રૂપિયા આપવાનું કહ્યું. ત્યારપછી ટાસ્કના નામ પર 40,000 રૂપિયા લીધા. જોએલ પાસેતી 16થી 21 ઓગસ્ટ સુધીમાં 9,87,620 રૂપિયા લૂંટી લીધા. જોએલે આ બાબતે તેની બહેનને જણાવ્યું. તેની બહેનને લાગ્યું કે, જોએલ કોઈ સ્કેમનો શિકાર થયો છે. જેથી તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી અને FIR ફાઈલ કરી. 

આ ભૂલ લોકોને ભારે પડી રહી છે
સ્કેમનો શિકાર ના થાવ તે માટે હંમેશા કોલર અથવા સેન્ડરને વેરિફાય કરો. જો તમને કોઈ કામ માટે વધુ પૈસાની ઓફર આપવામાં આવી રહી છે, તો તેની તપાસ કરો અને સમજ્યા વિચાર્યા વગર કામ ના કરવું. અંગત જાણકારી શેર ના કરવી. વ્હોટ્સએપ પર કોઈ અજાણી વ્યક્તિ જોબ માટે સંપર્ક કરે તો સાવધાન થઈ જવું અને તે નંબર બ્લોક કરી દેવો તથા રિપોર્ટ કરવો. 

ઓછા સમયમાં વધુ પૈસા ક્યારેય પણ ના કમાઈ શકાય. જો કોઈ વ્યક્તિ ટૂંક સમયમાં પૈસા કમાવા માટે કહી રહી છે, તો તેનાતી દૂર રહેવું જોઈએ. તે વ્યક્તિ તમને સ્કેમનો શિકાર બનાવી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Part Time Job WhatsApp Job Scam fake job offer part time job scam whatsapp job ફેક જોબ ઓફર વ્હોટ્સએપ જોબ સ્કેમ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ