બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mumbai-Ahmedabad bullet train work reached how much? The Railway Minister released the video and gave important information

બુલેટ ટ્રેન / મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ કેટલે પહોંચ્યું? રેલવે મંત્રીએ વીડિયો જાહેર કરી આપી અગત્યની માહિતી, ટ્રેક બેડનું પણ કામ શરૂ

Priyakant

Last Updated: 11:13 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai-Ahmedabad Bullet Train Latest News: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅર (જમીનથી સમુદ્ર સુધી લોખંડ અથવા લાકડાનું માળખું ) નું કામ પૂર્ણ થયું

  • મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ
  • નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ કરી રહી છે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ 
  • મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅરનું કામ પૂર્ણ 

Mumbai-Ahmedabad Bullet Train : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરી રહી છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅર (જમીનથી સમુદ્ર સુધી લોખંડ અથવા લાકડાનું માળખું ) નું કામ પૂર્ણ થયું છે.

100 કિલોમીટર લાંબો પુલ તૈયાર
સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રોજેક્ટનો 100 કિલોમીટર લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો છે અને 230 કિલોમીટર લાંબા માર્ગ પર પિલર તૈયાર કરવામાં આવ્યા છે. NHSRCLએ જણાવ્યું હતું કે, 40 મીટર લાંબા 'ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ' અને 'સેગમેન્ટલ ગર્ડર્સ'ના લોન્ચિંગ દ્વારા 100 કિમીના વાયાડક્ટના નિર્માણનો માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. તેનો વીડિયો પણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જ જાહેર કર્યો હતો.

ગુજરાતની છ નદીઓ પર બનેલો પુલ
NHSRCLના જણાવ્યા મુજબ,આ પુલોમાં વલસાડ જિલ્લાના પાર અને ઔરંગા તેમજ નવસારી જિલ્લાના પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને વેંગાનિયા સહિત ગુજરાતની છ નદીઓ પરના પુલનો સમાવેશ થાય છે. NHSRCL અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 25 નવેમ્બર, 2021ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો, જ્યારે વાયડક્ટનો પ્રથમ કિલોમીટર 30 જૂન, 2022ના રોજ છ મહિનામાં પૂર્ણ થયો હતો. તેણે 22 એપ્રિલ 2023ના રોજ 50 કિલોમીટરના વાયડક્ટનું બાંધકામ પૂર્ણ કર્યું હતું અને તે પછી 100 કિલોમીટર વાયડક્ટ છ મહિનામાં પૂર્ણ થયું.

નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ, 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટ ગર્ડર્સને જોડીને 100 કિમી વાયડક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાયડક્ટ એ પુલ જેવું માળખું છે જે બે થાંભલાઓને જોડે છે. આ પ્રોજેક્ટ માટે વાયડક્ટના કામ ઉપરાંત 250 કિલોમીટરના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. 

ટ્રેક બેડ નાખવાનું કામ પણ શરૂ થયું
આ ઉપરાંત જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC)માંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ થયું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કેન્દ્ર સરકાર NHSRCLને રૂ. 10,000 કરોડ ચૂકવશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રૂ. 5,000 કરોડ ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા થાય છે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવી અપેક્ષા છે કે, ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ