ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / moving on path of reliance tata has also decided to demurge its company

બિઝનેસ / રિલાયન્સના રસ્તે ચાલશે ટાટા! આ નવા પ્લાનને મળી મંજૂરી

Published By: Kashyap

Last Updated: 03:09 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના O2C (ઓઇલ ટુ કેમિકલ) બિઝનેસને પૂર્ણ માલિકીનાં યુનિટમાં ડિમર્જર કરવાની જાહેરાત કરી હતી. હવે ટાટા પણ એ જ રસ્તે ચાલવાનો પ્લાન ઘડી ચૂકી છે.

ADVERTISEMENT

  • થોડા વખત પહેલા રિલાયન્સે ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસ ડિમર્જર કરવાનો નિર્ણય લીધો હતો 
  • હવે ટાટા પણ કરશે પેસેન્જર વ્હીકલ બિઝનેસ અલગ 
  • શેરધારકોએ આપી પરવાનગી   

પેસેન્જર વ્હીકલ બિઝનેસ થશે અલગ 

થોડા વખત પહેલાં જ રિલાયન્સે પોતાના ઓઇલ ટુ કેમિકલ બિઝનેસના ડિમર્જરની જાહેરાત કરી હતી. રિલાયન્સના આ નિર્ણય બાદ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ તરફ નજર મંડાઇ હતી. જેના પગલે હવે ટાટા પણ એવું જ કૈંક કરવા જઇ રહી છે. જો કે બંને અલગ અલગ ક્ષેત્રની દિગ્ગજ કંપની છે પરંતુ બંનેના નિર્ણયો બિઝનેસ ક્ષેત્રમાં મોટા ફેરફારો લાવી શકે છે.

ભારતની દિગ્ગજ કાર નિર્માતા કંપની છે ટાટા મોટર્સ

ટાટા મોટર્સ ભારતની દિગ્ગજ કાર નિર્માતા કંપની છે. જ્યારે રિલાયન્સ ગેસ અને પેટ્રોલિયમ સહિત ટેલિકોમ ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે. ટાટાએ ગયા વર્ષે જ આવો મોટો લેવાની સંભાવના દર્શાવી હતી. આ માટે શેરધારકોના મત પણ માગવામાં આવ્યા હતા. હવે ટાટા મોર્ટસના શેરધારકોએ પેસેન્જર વ્હીકલ બિઝનેસને ટીએમએલ બિઝનેસ એનાલિટીક્સ લિમિટેડને ટ્રાન્સફર  કરવાની પરવાનગી આપી દીધી હતી. ટાટા કમર્શિયલ કાર બિઝનેસમાં પણ મોટું નામ માનવામાં આવે છે.

મોટાભાગના શેરધારકોએ અવકાર્યો નિર્ણય

પેસેન્જર વ્હીકલ બિઝનેસને સ્વાયત બનાવવાના નિર્ણય અંગે શેરધારકો પાસે મત માંગવામાં આવ્યા હતા. 99% મત તરફેણમાં પડ્યા હતા જ્યારે 0.042% મત વિરુદ્ધમાં પડ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને દિગ્ગજ કંપનીઓના આ નિર્ણયોની બિઝનેસ જગતમાં મોટી અસર થશે. અત્રે નોંધનીય છે કે ટાટાએ ગત વર્ષે જ પેસેન્જર વ્હીકલ બિઝનેસને એક અલગ યુનિટમાં તબદીલ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી હતી કે હાલમાં પેસેન્જર વ્હીકલ બિઝનેસ યુનિટની કિમત 9,417 કરોડ જેટલી છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Tata Motors રિલાયન્સ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ