બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 12:31 PM, 21 July 2022
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની એક મોટી બેઠક યોજાઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી થોડા સમય પછી તૃણમૂલ કોંગ્રેસની શહીદ સભાને સંબોધવા જઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ વરુણ ગાંધી અને તેમના માતા મેનકા ગાંધી કોલકાતા પહોંચી ગયા છે.
વરુણ ગાંધી અને મેનકા ગાંધીની કોલકાતામાં પહોંચતા અટકળો શરૂ થઈ
ADVERTISEMENT
કોલકાતામાં વરુણ ગાંધી અને મેનકા ગાંધીના આગમન બાદ કોલકાતાના મીડિયામાં અટકળો શરૂ થઈ ગઈ છે, જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે મેનકા ગાંધી અને વરુણ ગાંધી TMCમાં જોડાઈ રહ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેનકા અને વરુણ ગાંધી TMCમાં સામેલ થવાની અટકળો છે. આ સાથે જ ભાજપના ત્રણ ધારાસભ્યો TMCમાં સામેલ થવાની અટકળો છે.
West Bengal | TMC holds Martyr's Day Rally in Kolkata. A large number of supporters gather at Esplanade pic.twitter.com/3erXLdKPG2
— ANI (@ANI) July 21, 2022
TMCમાં તાજેતરમાં ઘણા નેતાઓ જોડાયા છે.
વરુણ ગાંધી અને મેનકા ગાંધી શા માટે કોલકાતા આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. જો તેઓ ધર્મતલામાં મમતા બેનર્જી દ્વારા આયોજિત બેઠકમાં TMCમાં સામેલ થાય છે, તો તે રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય રાજનીતિમાં વિસ્તરણમાં વ્યસ્ત છે. શત્રુઘ્ન સિન્હાથી લઈને ત્રિપુરાની સુષ્મિતા દેવ, ભૂતપૂર્વ ક્રિકેટર કાર્તિ આઝાદ, ઘણા નેતાઓ તાજેતરના સમયમાં TMCમાં જોડાયા છે.
આ બેઠકમાં ભાજપના અનેક ધારાસભ્યો પણ હાજર હોવાની અટકળો છે
એવી અટકળો છે કે મમતા બેનર્જીની બેઠકમાં ભાજપના ઘણા ધારાસભ્યો પણ હાજરી આપશે. એવી અટકળો ચાલી રહી છે કે મેદિનીપુરના ભાજપના ધારાસભ્ય હિરન ચટ્ટોપાધ્યાય અને રાણાઘાટના BJP ધારાસભ્ય મુકુટમણિ અધિકારી અને ઉત્તર બંગાળના ધારાસભ્ય શંકર ઘોષ અથવા અશોક ડિંડા આજે TMCમાં જોડાશે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. તેમને જણાવી દઈએ કે આ પહેલા મુકુલ રોય સહિત ભાજપના 5 ધારાસભ્યો TMCમાં જોડાઈ ચૂક્યા છે. આ સિવાય બાબુલ સુપ્રિયો અને સાંસદ અર્જુન સિંહ પણ ચૂંટણી બાદ TMCમાં જોડાયા છે.
મેનકા અને વરુણ ગાંધી તાજેતરમાં ભાજપ પર નિશાન સાધતા રહ્યા છે
તમને જણાવી દઈએ કે ભાજપ સાંસદ વરુણ ગાંધી અને મેનકા ગાંધી વચ્ચેના સંબંધો હાલના દિવસોમાં ભાજપ સાથે સારા નથી રહ્યા. વરુણ ગાંધી ઘણીવાર વિવિધ મંચો પર ભાજપની નીતિઓની ટીકા કરતા જોવા મળ્યા હતા. હાલમાં જ મેનકા ગાંધીએ બેરોજગારી અને નોકરીઓના મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મેનકા ગાંધીએ કહ્યું હતું કે કોરોના સમયગાળા પછી દેશમાં બેરોજગારી વધી છે.સરકાર દ્વારા બેરોજગારીને ડામવા માટે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે આની સાથે જ લોકોને નોકરી મળશે કે નહીં તેની પણ આશાઓ તૂટી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.