બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:39 AM, 23 May 2026
1/7
આ સમયગાળા દરમિયાન કેરળ, કર્ણાટક, કોંકણ વિસ્તાર અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ ભારતને છોડીને દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અનેક રાજ્યોમાં ગરમીથી રાહત મળી શકે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટનો અનુભવ થઈ શકે છે.
2/7
હવામાન વિભાગે દરિયામાં જતાં માછીમારો માટે ખાસ સૂચનાઓ જાહેર કરી છે. સમુદ્રમાં પવનની ઝડપ વધવાની અને ઊંચી લહેરો ઊછળવાની શક્યતા હોવાથી કેટલાક વિસ્તારોમાં માછીમારી ન કરવા સલાહ આપવામાં આવી છે.બંગાળની ખાડી વિસ્તારમાં 22 મેના રોજ મન્નારની ખાડી, દક્ષિણ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રમાં દરિયો ઉગ્ર રહી શકે છે. ઉપરાંત 23 થી 25 મે દરમિયાન પણ આ વિસ્તારોમાં પરિસ્થિતિ અનુકૂળ નહીં રહે તેવી આગાહી છે.
3/7
અરબી સમુદ્ર વિસ્તારમાં 22 અને 23 મે દરમિયાન કેરળ-કર્ણાટક તટ, લક્ષદ્વીપ, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં તેજ પવન સાથે તોફાની સ્થિતિ સર્જાઈ શકે છે. જ્યારે 24 થી 27 મે દરમિયાન કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠા સહિત લક્ષદ્વીપ અને માલદીવ આસપાસના વિસ્તારોમાં પણ માછીમારી ટાળવા સૂચના આપવામાં આવી છે. સોમાલિયા નજીકના સમુદ્ર વિસ્તારમાં પણ દરિયો ઉછળતો રહેવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.
4/7
અમદાવાદમાં આજે ગરમીનો પારો વધુ ચઢી શકે છે. શહેરમાં આકાશ મોટાભાગે સ્વચ્છ રહેવાની શક્યતા છે, જેના કારણે બપોર દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે. આજે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન આશરે 29 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં વધુ હતું. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા જરૂરી કાળજી રાખવાની સલાહ આપી છે.
5/7
ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો અને હળવો વરસાદ નોંધાયો હતો. આજે પણ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. જોકે રાજ્યના મોટા ભાગમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે અને ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહી શકે છે.
6/7
રાજકોટમાં આજે આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન ગરમીનો પ્રકોપ વધશે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ગઈકાલે શહેરમાં 42.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
7/7
સુરતમાં આજે હવામાન મુખ્યત્વે શુષ્ક અને સ્વચ્છ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી લોકોને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. ગઈકાલે શહેરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ