બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / Monetary policy Reserve Bank of India

વિશેષ / આરબીઆઈની મોનેટરી નીતિઃ સંતુલિત અભિગમ

Kavan

Last Updated: 08:55 PM, 14 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં મોનેટરી પોલિસીની જાહેરાત કરીને રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. બેન્ચમાર્ક રેપોરેટ ચાર ટકા પર યથાવત્ રાખવાની જાહેરાત કરતાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વ્યાજદર યથાવત્ રાખવા પાછળનો હેતુ વિકાસને આગળ ધપાવવાનો છે. ભારતીય ઉદ્યોગ જગતે પણ ઉદાર નીતિગત વલણ દાખવવા બદલ અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાના આરબીઆઇના દૃષ્ટિકોણને આવકાર્યો છે.

  • RBIએ  મોનેટરી પોલિસીની જાહેરાત કરીને રેપોરેટ યથાવત્ રાખ્યો
  •  આરબીઆઇના દૃષ્ટિકોણને આવકાર્યો 
  • આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના આશાવાદી સાહસના થયાં વખાણ

જોકે આરબીઆઇએ સામાન્ય લોકોને લોનના ઇએમઆઇમાં રાહત નહીં આપતાં સામાન્ય અને મધ્યમ વર્ગના ખાસ કરીને નોકરિયાત વર્ગને નિરાશા સાંપડી છે. જોકે કેન્દ્ર સરકાર આ બાબતે સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારે લોન મોનેટોરિયમ બાબતે સુપ્રીમ કોર્ટને પણ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આર્થિક પેકેજમાં હવે વધુ રાહતો આપવી શકય નથી. કેન્દ્રએ જણાવ્યું છે કે છ મહિનાથી વધુ લાંબી રાહત આપવાથી કરજદારોના ક્રેડિટ ટ્રાન્ઝેકશન પ્રભાવિત થઇ શકે છે અને નિર્ધારિત પેમેન્ટને ફરી શરૂ કરવામાં વિલંબનું જોખમ ઊભું થઇ શકે છે.

ઉદ્યોગ સંગઠન ફિક્કીના ચેરપર્સન સંગીતા રેડ્ડીએ આપ્યું નિવેદન 

ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના  ડાયરેકટર જનરલ ચંદ્રકાંત બેનરજીએ આરબીઆઇની નીતિ અંગે પ્રતિક્રિયા આપતાં યોગ્ય જણાવ્યું છે કે આરબીઆઇએ લિક્વિડિટીને સમર્થન, નિકાસનું રિવાઇવલ, લોન અને બિઝનેસમાં સરળતા લાવવા માટે આર્થિક વિકાસને પાટે ચડાવવા યોગ્ય પગલાં જાહેર કર્યાં છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના ચેરપર્સન સંગીતા રેડ્ડીએ પણ જણાવ્યું છે કે આરબીઆઇ દ્વારા રેપોરેટમાં ભલે કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હોય, પરંતુ તેના દ્વારા જે અન્ય શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરવામાં આવી છે તેના કારણે બજારમાં વ્યાજદરને ઘટાડવામાં મદદરૂપ પુરવાર થશે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના આશાવાદી સાહસના થયાં વખાણ

એસોચેમના મહામંત્રી દીપક સુદે પણ જણાવ્યું છે કે આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે આશાવાદી હોવાનું સાહસ કર્યું છે જે કોવિડ-૧૯ મહામારીથી ઉદભવેલી અભૂતપૂર્વ સ્થિતિ અને સંકટનો સામનો કરવા માટે તેમનો દૃઢ સંકલ્પ દર્શાવે છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ‘ભારતીય અર્થતંત્ર કોરોના વાઇરસ સામેની લડાઈમાં નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. એપ્રિલ-જૂનના સમયગાળામાં આર્થિક વૃદ્ધિમાં થયેલા ઘટાડાને હવે ભૂતકાળ ગણીને આપણે આગળના સમયમાં જે સોનેરી કોર દેખાઈ રહી છે એને નજરસમક્ષ રાખવી પડશે. હવે ઉત્પાદન ક્ષેત્ર તથા ઊર્જાના વપરાશ, વગેરે ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.’

લોકડાઉનને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓને ખૂબ માઠી અસર

દાસની દૃષ્ટિએ હવે ફુગાવો પણ ૨૦૨૦-’૨૧ના ચોથા‌ ત્રિમાસિક ગાળામાં હળવો થઈને લક્ષ્યાંકને આંબશે એવી શક્યતા છે. તાજેતરના મહિનાઓમાં છૂટક ચીજ-વસ્તુઓનો ફુગાવો ૬ ટકાથી ઉપર જળવાયો છે. સરકારે આરબીઆઇને ફુગાવો (બે ટકાના માર્જિન સાથે) ૪ ટકા પર લાવવાનો લક્ષ્યાંક આપ્યો છે. દાસના મતે વૃદ્ધિ દર નાણાંકીય વર્ષના બીજા ત્રૈમાસિક ગાળામાં ઉંચકાયા બાદ અને જાન્યુઆરી-માર્ચના ગાળામાં હકારાત્મક તબક્કામાં પ્રવેશશે. કોરોના વાઇરસના ફેલાવાને લીધે અને એને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓને ખૂબ માઠી અસર થઈ છે. દરમિયાન, આવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા આરબીઆઇએ હાઉસિંગ લોન પરના રિસ્ક વેઇટેજને તાર્કિક બનાવવાનો નિર્ણય શુક્રવારે લીધો હતો. એ સાથે, હાઉસિંગ લોન ધિરાણ લેનાર તથા દેનાર, બન્ને માટે આકર્ષક બની રહેશે. આમ આરબીઆઇએ નીતિગત વ્યાજદર યથાવત રાખીને સંયમ દાખવ્યો છે કે જેથી કોવિડ-૧૯ને કારણે ઊભા થયેલા ગંભીર આર્થિક સંકટ સામે લડત આપીને અર્થતંત્રની તમામ પ્રવૃત્તિઓને પાટા પર ચડાવી શકાય અને લિક્વિડિટી સંતુલિત રાખીને બજારની પ્રવૃત્તિઓને વધુ સક્રિય બનાવી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ