બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / modi government one nation one election bill parliament special session

સંસદ / આવી શકે વન નેશન, વન ઈલેક્શન બીલ ! મોદી સરકારે વિશેષ સત્ર બોલાવતાં જ ઉપડી ચર્ચા, સૂત્રોનો દાવો

Hiralal

Last Updated: 06:55 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂત્રોનો દાવો છે કે 18 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે યોજાનારા પાંચ દિવસના સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર વન નેશન, વન ઈલેક્શન બીલ લાવી શકે છે.

  • સંસદના વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શન બીલની સંભાવના 
  • મોદી સરકારે બોલાવ્યું છે પાંચ દિવસનું વિશેષ સત્ર
  • 18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે મળશે વિશેષ સત્ર 
  • જોકે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી 

દેશમાં એક જ સમયે ચૂંટણી કરાવવાને લઈને મોદી સરકાર એક્શનમાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 18 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે સંસદના પાંચ દિવસના વિશેષ સત્રની જાહેરાત બાદ જ ચર્ચા ઉપડી છે કે સરકાર આ સત્રમાં એક દેશ, એક ચૂંટણી બીલ લાવી શકે છે. સૂત્રોનો દાવો છે કે સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલે્ક્શન બીલ લાવી શકે છે. આ સત્રમાં ટોટલ પાંચ બેઠક થશે. જોકે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી. 

લૉ કમિશને રાજકીય પક્ષો પાસેથી માગ્યા 6 સવાલના જવાબ 
આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને આ અંગે રાજકીય પક્ષો પાસેથી 6 સવાલોના જવાબ માંગ્યા હતા. સરકાર તેનો અમલ કરવા માગે છે, ત્યારે અનેક રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. 22મા કાયદા પંચે જાહેર નોટિસ જાહેર કરીને રાજકીય પક્ષો, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સંગઠનોના અભિપ્રાયો માગ્યા હતા. કાયદા પંચે પૂછ્યું હતું કે શું એક સાથે ચૂંટણીઓ યોજવી એ લોકશાહી, બંધારણના મૂળભૂત માળખા અથવા દેશના સંઘીય માળખા સાથે કોઈ પણ રીતે ગડબડ છે? પંચે એ પણ પૂછ્યું હતું કે, જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ પાસે સરકાર રચવાની બહુમતી ન હોય ત્યારે ખંડિત જનાદેશ મળવાની સ્થિતિમાં વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિમણૂક ચૂંટાયેલી સંસદ કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરી શકાય કે કેમ? બંધારણની કલમ 85માં સંસદના સત્રની જોગવાઈ છે. આ અંતર્ગત સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ એવા નિર્ણયો લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સ્વરૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને સત્રમાં બોલાવવામાં આવે છે.

શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને  વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે. 

18 થી 22 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસનું વિશેષ સત્ર

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને તેમાં કોઈ મોટું બીલ આવી શકે છે. ઘણા સમયથી વન નેશન, વન ઈલેક્શનની ચર્ચા તો હતી જ પરંતુ વિશેષ સત્ર બોલાવવવાની સાથે જ આ ચર્ચાને વેગ મળ્યો હતો. 

એકી સાથે ચૂંટણી યોજવા શું કરવું પડે 
રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરૃર પડશે.

વિપક્ષ વન નેશન, વન ઈલેક્શનની વિરોધમાં 
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવાની તરફેણમાં છે પરંતુ વિપક્ષ વિરોધમાં છે. સરકારનું કહેવું છે કે વારંવાર ચૂંટણી થવા પર દેશ પર વધુ આર્થિક ભાર પડે છે. જો એક સાથે ચૂંટણી થાય તો ઘણો ખર્ચ થતો બચાવી શકાય છે અને હજારો લોકોને પણ વારંવાર ચૂંટણી માટે ભેગા નહીં થવું પડે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ