બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Modi government is going to present shwet patra against UPA government's financial decisions

સંસદ / UPA સરકારની આર્થિક કુનીતિ પર સંસદમાં શ્વેત પત્ર લાવશે મોદી સરકાર, જાણો ક્યારે અને શ્વેતપત્ર હોય છે શું?

Vaidehi

Last Updated: 07:20 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસનાં નેતૃત્વમાં રહેલ UPA સરકારની સામે કેન્દ્રની મોદી સરકાર સંસદમાં શ્વેત પત્ર લાવશે..સંસદમાં શુક્રવારે અથવા તો શનિવારે રજૂ કરવામાં આવી શકે છે.

  • કોંગ્રેસનાં નેતૃત્વમાં રહેલ UPA સરકારની સામે શ્વેતપત્ર રજૂ થશે
  • કેન્દ્ર સરકાર UPA સરકાર સમયે થયેલ આર્થિક ગેરવહીવટ અંગે મંતવ્યો રજૂ કરશે
  • શ્વેતપત્ર સંસદમાં 9 કે 10 ફેબ્રુઆરીનાં રોજ રજૂ થઈ શકે છે

કોંગ્રેસનાં નેતૃત્વમાં રહેલ UPA સરકારનાં 10 વર્ષોનાં આર્થિક ગેરવહીવટને લઈને કેન્દ્રની મોદી સરકાર સંસદમાં શ્વેત પત્ર લાવશે. આ શ્વેત પત્ર સંસદમાં શુક્રવાર 9 ફેબ્રુઆરી અથવા તો શનિવાર 10 ફેબ્રુઆરીનાં રજૂ કરવામાં આવી શકે છે.

સંસદમાં રજૂ થશે શ્વેતપત્ર
શ્વેત પત્રમાં આર્થિક ગેરવહીવટ સિવાય UPA સરકાર દ્વારા સકારાત્મક પગલાઓ ભરી શકવાની સંભવિત સ્થિતિની અસર સંબંધિત વાત પણ કરવામાં આવશે. આ સાથે જ પત્રમાં ભારતની આર્થિક દુર્ગત અને અર્થવ્યવસ્થા પર પડેલા નકારાત્મક પ્રભાવોને પણ વિસ્તારમાં સમજાવવામાં આવશે.  આ શ્વેત પત્ર એવા સમયે સામે આવી રહ્યું છે જ્યારે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલ ચર્ચાનો જવાબ આપતાં સમયે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે સંસદમાં કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર એક પરિવારવાદમાં અટવાયેલી છે. તેમણે દેશનાં લોકો માટે કંઈ કામ કર્યું નથી.

PM મોદીએ શું કહ્યું હતું?
PM મોદીએ કોંગ્રેસને ટાર્ગેટ કરતાં કહ્યું કે, ગૃહમાં અનેક યંગ સાંસદગણ છે...ઉત્સાહ અને ઉમંગ પણ છે...પણ કદાચ તેમની છવી આગળ આવી જાય અને પોતાની છબી ઢંકાઈ જાય એ ચિંતામાં યુવાઓને મોકો જ ન આપવામાં આવ્યો. એટલે કે એક પ્રકારે એટલું મોટું પોતાનું, વિપક્ષનું, સંસદનું અને દેશનું નુક્સાન કરી બેઠાં છે. હું હંમેશા કહું છું કે દેશને હંમેશા સારા વિપક્ષની ઘણી જરૂર છે. દેશે જેટલાં પરિવારવાદનાં પરિણામો ભોગવ્યાં છે અને ખુદ કોંગ્રેસે પણ પરિણામો ભોગવ્યાં છે.

વધુ વાંચો: સરકારી નોકરી મેળવવા મહિલાઓ માટે મોટી તક: આ વિભાગમાં નીકળી ભરતી, જાણી લો અરજીની વિગત

શ્વેત પત્ર એટલે શું?
શ્વેતપત્ર એક પ્રકારનો અહેવાલ હોય છે જે દેશનાં રાજદ્વારીઓ દ્વારા દેશને લગતાં કેટલાક મુદાઓની માહિતી આપે છે. મોટાભાગે આ એવા મુદા હોય છે કે જેના પર એકથી વધારે ઘણાં બધાં મંતવ્યો કે પ્રતિભાવો એકસાથે આવ્યાં હોય અને લોકોને આ મુદા વિશે સમજવું કે અવગત થવું જરૂરી હોય. ઘણી વખત રાજકારીણીઓ પોતાનો અભિપ્રાય આપવા માટે પણ કરતાં હોય છે. જેમાં તેઓ કોઈ ચોક્કસ મુદો, વ્યક્તિ કે સરકાર વિશે શું વિચારે છે તેના વિશે માહિતી આપે છે. સામાન્યરીતે આ શ્વેતપત્રોમાં સમસ્યાની સાથે-સાથે સમસ્યાનાં સમાધાન કરવા અંગેનાં ઉપાયો પણ લખવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ