બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
UKMSSB Health Worker Recruitment 2024: મહિલાઓનાં ફાયદાની એક મોટી ખબર સામે આવી છે. ફીમેલ હેલ્થ વર્કરની પોઝિશન માટે ભરતીની નોટિફિકેશન જારી કરવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 13 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈને 4 માર્ચ 2024 સુધી ચાલુ રહેશે. આ ભરતી ઉત્તરાખંડ મેડિકલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ તરફથી કાઢવામાં આવી છે. અરજદારોએ સત્તાવાર વેબસાઈટ ukmssb.org પર ફોર્મ ભરવું પડશે. પણ એ પહેલાં જાણી લો આ પદ માટેની લાયકાત, પગાર અને સિલેક્શન પ્રોસેસ વિશે...
કુલ 391 ખાલી પદને ભરવા માટે આ ભરતી નોટિફિકેશન આવી છે. આ પદમાં અનુસૂચિત જાતિનાં 18, અનુસૂચિત જનજાતિનાં 11, અન્ય પછાત વર્ગનાં 26, આર્થિક રૂપે પછાગ વર્ગનાં 38 અને સામાન્ય વર્ગ માટે 299 પદ છે. અરજી ફોર્મ નોટિફિકેશન અનુસાર જમા કરવાનું રહેશે.
ADVERTISEMENT
લાયકાતનાં ધોરણો
અરજી કરનારા કેંડિડેટની પાસે બેઝિક સ્વાસ્થ્ય કાર્યકર તાલીમ ( મહિલા) કોર્સ હોવો જોઈએ. તેમજ અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 42 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આરક્ષિત વર્ગનાં કેંડિડેટને ઉંમરસીમાને લઈને પણ સરકારનાં નિયમાનુસાર છૂટ આપવામાં આવી છે.
ફોર્મનું શુલ્ક
સામાન્ય અને OBC માટે 300 રૂપિયા ફોર્મ ફીઝ નક્કી કરવામાં આવી છે. જ્યારે SC ST વર્ગનાં અરજદારોએ 150 રૂપિયા એપ્લિકેશન ફીઝ જમા કરવાની રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી? સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ
આ રીતે આપવામાં આવશે પગાર
અરજદારોનું સિલેક્શન શૈક્ષણિક યોગ્યાનાં આધાર પર તૈયાર કરવામાં આવેલ મેરિટ અનુસાર કરવામાં આવશે. સિલેક્ટ કરાયેલા ઉમેદવારોને રૂ. 5200-20200, ગ્રેડ પે-2000 (લેવલ-3, પે મેટ્રિક્સ 21700-69100) મુજબ પગાર આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.