બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 1.5GB ડેટા આખો દિવસ ચાલશે! કેવી રીતે? બસ ફોનમાં કરી લો આ સેટિંગ

તમારા કામનું / 1.5GB ડેટા આખો દિવસ ચાલશે! કેવી રીતે? બસ ફોનમાં કરી લો આ સેટિંગ

Last Updated: 06:34 PM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારે પણ દરરોજ આવતો 1.5 GB કે 1 GB ડેટા દિવસ પહેલા પૂરો થઈ જાય છે? તો ચિંતા ન કરો આ સરળ ટિપ્સ ફોલો કરીને તમારા ડેટા આખો દિવસ ચલાવી શકશો. જાણો શું છે ટિપ્સ.

ઈન્ટરનેટનો ઉપયોગ અતિશય વધી ગયો છે. રિચાર્જ પ્લાનમાં મળતો 1.5 GB કે 1GB ડેટા ક્યારે પૂરો થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. ક્યારેક તો દિવસ પહેલા ડેટા પૂરો થઈ જતો હોય છે અને જરૂરી કામ અટકી જતાં હોય છે. ડેટા પૂરો થવા પર આપણે ઘણી વાર ડેટા એડ ઓન પ્લાન કરાવતા હોય છે, જે ઘણા ખર્ચાળ પણ હોય છે. જો તમે પણ ઝડપી ડેટા પૂરો થવાની સમસ્યાથી પીડાઓ  છો તો આ ખબર તમારા માટે જ છે.

internet-speed.jpg

અહીં અમુક શાનદાર રીતો જાણીશું કે જેથી રિચાર્જ પ્લાનમાં મળતા ડેલી ડેટાને આખો દિવસ ચલાવી શકો છો. આની માટે તમારે માત્ર અમુક બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે અને પોતાના મોબાઇલમાં અમુક જરૂરી સેટિંગ્સને બદલવાની રહેશે. આ બાદ નાના રિચાર્જ સાથે મળતો ડેટા પ્લાન પણ સરળતાથી આખો દિવસ ચાલશે.

ડેટા સેવર મોડનો ઉપયોગ કરવો

વર્તમાનમાં સ્માર્ટફોન ખૂબ એડવાન્સ બની ગયા છે. લગભગ 99% સ્માર્ટફોનમાં કંપની ડેટા સેવર મોડ હોય છે. આની મદદથી તમે ડેટાને વધુ ખર્ચ થવાથી બચાવી શકશો. જણાવી દઈએ કે જ્યારે તમે ડેટા સર્વર મોડ ઓન કરો છો ત્યારે બેકગ્રાઉન્ડમાં વપરાતા ડેટાની ખપતને ઘટાડી દે છે. આ સાથે ડેટા સેવર મોડ ઓન હોવાથી તમને વિડીયો ક્વોલિટી લો મળે છે.

ઓટો અપડેટને બંધ કરવું

ડેટાને ખર્ચ થવાથી બચવા માટે ઓટો અપડેટ ઓપ્શનને બંધ કરવું જોઈએ. હકીકતમાં જો તમે ઓટો અપડેટ ઓન રાખ્યું છે તો આ મોબાઈલ ડેટાથી બેકગ્રાઉન્ડમાં એપ્સને ઓટોમેટીક અપડેટ કરે છે જેથી ડેટા ઝડપી પૂરો થાય છે. ઓટો અપડેટ બંધ હોવાથી જરૂર અનુસાર એપ્સને અપડેટ કરી શકો છો.

PROMOTIONAL 12

ફોટો અને વિડીયો ક્વોલિટી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા વિડીયોને હાઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરવાથી બચી શકો છો. જો તમે ડેટા ઓછો ખર્ચ કરવા ઈચ્છો છો તો તમારે 720 પીક્સલ, 480 પકસલ અને 360 પીક્સલમાં ડાઉનલોડ કરવું જોઈએ.  

ફોનમાં ડેટા લિમિટ સેટ કરવી

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તમે ઘણી રીતે ડેટા ખર્ચ ઘટાડી શકો છો. એન્ડ્રોઇડ ફોનની સૌથી મોટી ખાસ વાત એ છે કે આમા લિમિટ સેટ કરી શકો છો. આના માટે તમારે ફોનની સેટિંગમાં જઈને કનેક્શન પર ક્લિક કરવાનું રહેશે. હવે ડેટા યુઝ પર જવાનું રહેશે.  

વધુ વાંચો: ગ્રીન ટી કે આદુની ચા? જાણો કયું ડ્રિંક તમારા હેલ્થ માટે છે સૌથી વધારે બેસ્ટ

હવે તમારે મોબાઈલ ડેટા યુસેઝ પર જઈને રાઇટ કોર્નરના આઇકન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે Set Data Warning ને ઓન કરવાનું રહેશે. અહીં તમે મરજી મુજબ ડેટા લિમિટ સેટ કરી શકો છો. તમે જો ડેટા લિમિટ સેટ કરશો તો તેટલો ડેટા પૂરો થયા બાદ તમારો ડેટા કામ કરવાનું બંધ કરશે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

tech tips tips and tricks Mobile data
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ