શું તમે વિદ્યાર્થી છો?, તો આ Apps હોમવર્ક કરવામાં કરશે તમારી મદદ

By : kaushal 10:39 AM, 22 August 2018 | Updated : 10:39 AM, 22 August 2018
વિદ્યાર્થીઓ માટે વાંચવા-લખવા સંબંધિત ઘણી એપ ઈન્ટરનેટ પર મફત ઉપલબ્ધ છે. આજના સમયમાં મોટાભાગનું કામ સ્માર્ટફોન્સ અને ઈન્ટરનેટ મારફતે થઈ રહ્યુ છે, તો પછી ભણવામાં મોડુ શાનું? ગુગલ પ્લે સ્ટોર પર કેટલીક એપ. છે જેની મદદથી વિદ્યાર્થીઓને વાંચવા લખવામાં સરળતા રહે, તો જાણો એવી કેટલીક એપ વિશે જેની મદદથી તમને વાંચવા લખવામાં મદદ મળી રહશે....

istudiez pro- legendary planner

ડે પ્લાન માટે આ સૌથી વિશ્વસનીય અને સારી એપ માનવામાં આવે છે. તેમાં વિદ્યાર્થી શેડ્યૂલ ઓર્ગેનાઈઝ કરી શકે છે. સાથે જ પોતાનું હોમવર્ક ફોલો કરવાથી લઈને ઓનલાઈન ક્લાસીસ અને પોન્ડિંગ પડેલા એસાઈમેન્ટ સુધી જોઈ શકે છે.

myhoework student planner

તેનાથી વિદ્યાર્થી સ્કૂલના શેડ્યૂલથી લઈને ક્લાસવર્ક અને હોમવર્ક સુધીનો રેકોર્ડ રાખી શકે છે. તેની સાથે તેમાં ટેસ્ટ અને એગ્ઝામ સાથે સંબંધિત રિમાઈન્ડર પણ લગાવી શકાય છે. આ એપ એન્ડ્રોઈડ આઈઓએસ અને વિન્ડોઝ માટે મફત છે. 

free graphing calculator

આ કેલ્ક્યુલેશન સાથે સંબંધિત એવી તમામ સમસ્યાઓ સુલજાવે છે, જે સામાન્ય કેલ્ક્યુલેટર નતી કરી શકતું. જેમ કે સ્ક્વેયર રૂટથી લઈ ક્યૂબ રૂટ, અર્થમેટિક ફંક્શન, નેચરલ લોગ વગેરે. આ ઉપરાંત કઠીન ગ્રાફ બનાવવામાં પણ તે ઘણી મદદ કરે છે.

office lens

આ એક સ્કેનરની જેમ કામ કરે છે. તેની મદદથી વિદ્યાર્થી ક્લાસરૂમમાં કરવામાં આવેલા કામ અને નોટ્સને સ્કેન અને શેર કરી શકે છે. ખાસ વાત એ છે કે જો વિદ્યાર્થી ઓફલાઈન હોય, તો તેની મદદથી બ્લેક બોર્ડ કે વ્હાઈટ બોર્ડ પર લખેલા નોટ્સના ફોટોઝ ખેંચી શકાય છે.Recent Story

Popular Story