બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈ મદદે આવ્યા કેતન ઈનામદાર, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને કરી રજૂઆત
Last Updated: 10:08 PM, 18 June 2024
વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું. આ વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવાની માગ સાથે વિરોધ કર્યો છે, ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે.
ADVERTISEMENT
ધારાસભ્યએ શું કહ્યું ?
ADVERTISEMENT
ધારાસભ્ય કેતન ઈનામદારએ યુનિવર્સિટીમાં વ્યવસ્થા ઉભી કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની રજૂઆત કરી છે. જે બાદ મીડિયા સમક્ષ ધારાસભ્યએ દાવો કર્યો કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની મદદ કરશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને થતી મુશ્કેલી દૂર થશે. તો બીજી તરફ અગાઉ વિદ્યાર્થીઓને સાંસદે પણ હૈયા ધારણા આપી હતી.
અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત
આ મામલે મુખ્યમંત્રીએ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરને સૂચના આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાની MS યુનિવર્સિટીના આર્ટ્સ અને કોમર્સમાં વડોદરાના 5 હજાર 645 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. સાથે જ આ વખતે કટ ઓફ રેસિયો પ્રમાણે વડોદરાના અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત પણ રહ્યા છે. જેને લઈ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: પોરબંદરના દરિયા કિનારે મળેલા ચરસના પેકેટ મામલે નોંધાયો ગુનો, પોલીસે માછીમારોને કરી આ અપીલ
કુલપતિનું નિવેદન
કુલપતિ વિજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, હવે વધુ 1400 વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપશે. તેમજ 5400 વિદ્યાર્થીઓનાં પ્રવેશમાં 70 ટકા સ્થાનિક છે. જ્યારે 30 ટકા બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. ત્રણ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. આ વર્ષે જિસેક પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે. સરકાર સાથે પરામર્શ કરીને નિર્ણયો લેવામાં આવે છે. વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી શિક્ષણ પર માઠી અસર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.