બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદરના દરિયા કિનારે મળેલા ચરસના પેકેટ મામલે નોંધાયો ગુનો, પોલીસે માછીમારોને કરી આ અપીલ
Last Updated: 09:13 PM, 18 June 2024
પોરબંદરમાં ચરસના પેકેટ મળવાના કેસમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આપને જણાવીએ કે, SOG પોલીસને નશીલા પદાર્થના કુલ 7 પેકેટ મળી આવ્યા હતાં. 7 પેકેટમાંથી 8 કિલો 192 ગ્રામ ચરસ મળી આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ADVERTISEMENT
ઓડદરગામ પાસે બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતાં. જેની કિંમત રૂપિયા 12 લાખ 28 હજાર 800 થાય છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ સાથે માછીમારોને પણ ખાસ અપીલ કરાઇ છે કે, દરિયા કિનારે કોઈ પણ પ્રવૃત્તિ દેખાય તો પોલીસને જાણ કરવી. પોલીસે કન્ટ્રોલ રૂમ નં. 02862240922 જાહેર કરી જાણ કરવા અપીલ કરાઈ છે
વાંચવા જેવું: MBBSની ડિગ્રી લેવા જતાં ફસાયો મહેસાણાનો યુવાન, 16 લાખમાં મળી નકલી, ચેતવા જેવું
ડ્ર્ગ્સ મળવાનો સિલસિલો
થોડા દિવસ અગાઉ નારાયણ સરોવર - 2 પેકેટ ચરસ, કોઠારા - 10 પેકેટ ચરસ, જખૌ મરીન - 9 પેકેટ ચરસ, જખૌ મરીન - 10 પેકેટ ચરસ, માંડવી સિટી - 10 પેકેટ ચરસ, નારાયણ સરોવર - 10 પેકેટ ચરસ, કોઠારા - 9 પેકેટ મેથાએમફેટામા ઇન ઝડપાયું હતું. આ સાતેય સ્થળ પરથી કુલ રૂ.61,66,34,500/-ના માદક પદાર્થો પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.