બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MBBSની ડિગ્રી લેવા જતાં ફસાયો મહેસાણાનો યુવાન, 16 લાખમાં મળી નકલી, ચેતવા જેવું
Last Updated: 08:30 PM, 18 June 2024
ડોક્ટર બનવા લોકો ખોટી રીતનો પણ સહારો લેતાં હોય છે કે કયારેક ઠગબાજોની જાળમાં ફસાઈ જતાં હોય છે. ગુજરાતના મહેસાણાના એક યુવાને લાખો રુપિયા ચુકવ્યાં તેમ છતાં પણ તેને નકલી ડિગ્રી મળી.
ADVERTISEMENT
મહેસાણાના હોમિયોપેથ સાથે શું બન્યું
કિસ્સાની વિગત એવી છે કે મહેસાણાના મોઢેરા રોડ પર રહેતા 41 વર્ષીય સુરેશ પટેલ નામના હોમિયોપેથિક ડોક્ટરને MBBSની ડિગ્રી લેવી હતી. જુલાઈ 2018ની સાલમાં સુરેશ પટેલ ઈન્ટરનેટ પર એમબીબીએસની ડિગ્રી ક્યાં મળે છે તે શોધતો હતો ત્યારે તેની નજર MBBSની ડિગ્રી ઓફર કરતી એક વેબસાઈટ પર પડી અને તેમા આપેલા કોન્ટેક્ટ પર્શન પ્રેમ કુમાર રાજપૂતનો સંપર્ક સાધ્યો હતો.
ADVERTISEMENT
ઠગબાજે વિશ્વાસમાં લઈ 16 લાખ પડાવ્યાં
આ પ્રેમ કુમારે સુરેશને ધોરણ 12ના માર્ક્સને આધારે ડિગ્રી અપાવી દેવાની ખાતરી આપી હતી શરુઆતમાં તેની શંકા પડી હતી કે તે વખતે 12મા આધારે એમબીબીએસની ડિગ્રી મળે તે શક્ય નહોતું પરંતુ પ્રેમ કુમારે તેને વિશ્વાસમા લીધો. તે વખતે રાજપુતે સુરેશને કહ્યું કે તું ચિંતા ન કર, તેને એડમિશન મળી જશે. ઈન્ટર્નશીપ પણ ચાલુ થઈ જશે, પરીક્ષા પણ આપવા મળશે અને ઝાંસીની યુનિવર્સિટીમાંથી પાંચ વર્ષમાં ડિગ્રી પણ મળી જશે. આટલી ધરપત મળવાથી સુરેશને ખાતરી થઈ ગઈ અને તેણે શરુઆતમાં 50,000 ચુકવી દીધાં જેને માટે તેને ઝાંસીની બુંદેલખંડ યુનિ.માંથી એડમિશન લેટર મળ્યો હતો ત્યાર બાદ સુરેશે જુલાઈ 2018 અને ફેબ્રુઆરી 2019ની વચ્ચે 16.32 લાખ રુપિયા ચુકવી દીધાં હતા અને ક્લાસ શરુ થવાની રાહ જોવા લાગ્યો હતો.
કુરિયરમાં નકલી કાગળો મોકલાયાં
પૂરા પૈસા ચૂકવી દેવા છતાં પણ ક્લાસ માટે તેના પર કોઈ ફોન ન આવ્યો આથી તેને શંકા પડી પરંતુ માર્ચ 2019માં તેને નંદાસણની ગણેશ હોસ્પિટલમાં કે જ્યાં તે કામ કરતો હતો, ત્યાં એક કુરિયર મળ્યું જેમાં MBBS માર્કસશીટ્સ, ડિગ્રી સર્ટિફિકેટ, ઈન્ટર્શનીપ ટ્રેઈનિંગ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સામેલ હતું જેની પર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાનો સિક્કો હતો. હવે તેની શંકા પાકી થઈ અને તેણે તાબડતોબ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાનો સંપર્ક સાધતાં જણાયું કે તેને મોકલવામાં આવેલા બધા કાગળો નકલી છે અને તેને કોઈ બનાવી ગયું હતું.
વધુ વાંચો : TET-TAT પાસ ઉમેદવારો બન્યા આક્રમક, ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો, કરાઇ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો
આ જાણીને સુરેશને ધરતી મારગ આપે તો સમાઈ જવા જેવું લાગ્યું, તેથી તેણે મહેસાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી જે પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. સુરેશ દાખલ કરેલી ફરિયાદમાં આ બધી વાતો લખાઈ છે. પોલીસ તપાસમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જણાવેલ સરનામાએ તપાસ કરતાં ત્યાં કોઈ હાજર નહોતું. ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT