બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / TET-TAT પાસ ઉમેદવારો બન્યા આક્રમક, ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો, કરાઇ અટકાયત

ગાંધીનગર / TET-TAT પાસ ઉમેદવારો બન્યા આક્રમક, ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો, કરાઇ અટકાયત

Last Updated: 03:51 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TET અને TAT પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ માંગ ન સંતોષાતા આજે ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ છે

આજે ગાંધીનગર ખાતે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયુ હતું.. આ દરમ્યાન પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની ટિંગાટોળી કરી તેમની અટકાય કરી હતી.

લાંબા સમયથી છે કાયમી ભરતીની માંગ

TET અને TAT પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. પરંતુ આ માંગ ન સંતોષાતા આજે ગાંધીનગરમાં TET અને TAT પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યુ છે. જો કે આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસતંત્ર પહેલેથીજ સતર્ક થઇ ગયુ હતું.. અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી હતી... ગાંધીનગર સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. .

વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત

દરમ્યાન એવી ખબર પણ સામે આવી છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી છે. સુત્રોનું માનીએ તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ સ્થળ પર આંદોલનકારીઓના સમર્થનમાં પહોંચી ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

શિક્ષકોની ઘટ છે છતા ભરતી ન કરાતી હોવાની દલીલ

ઉમેદવારોનું કહેવું છે કે, ઘણા સમયથી અમે સરકાર સમક્ષ રજુઆત કરીને થકી ગયા છીએ. અમારી માંગ સ્વીકારવામા આવતી નથી. સરકાર સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. ઉમેદવારો ઉગ્ર સુત્રોચ્ચાર અને વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર મીરાબેન પટેલ, કોબા વોર્ડમાંથી જીતીને બન્યા હતા કોર્પોરેટર

PROMOTIONAL 12

સંકળાયેલા મુદ્દાઓ

Permanent Recruitment Protest TET
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ