બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરને મળ્યા નવા મહિલા મેયર મીરાબેન પટેલ, કોબા વોર્ડમાંથી જીતીને બન્યા હતા કોર્પોરેટર
Last Updated: 01:45 PM, 18 June 2024
ગાંધીનગર: લાંબા સમયથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉત્તર-દક્ષિણની વર્ચસ્વની લડાઈના કારણે અટકી પડેલી મેયરની નિમણુંકની પસંદગીના સસ્પેન્સનો આજે અંત આવી ગયો. આખરે ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. મીરાબેન પટેલ કોબા વોર્ડમાંથી જીતીને કોર્પોરેટર બન્યા હતા.
ADVERTISEMENT
ગાંધીનગરને નવા મેયર તો એપ્રિલમાં જ મળી જવા જોઈતા હતા, પરંતુ લોકસભાની ચૂંટણી અને નવી સરકારની શપથવિધિના કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. ગયા અઠવાડિયે સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની વ્યસ્તતાને કારણે નામો નક્કી ન થઈ શક્યા અને સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી. આખરે આજે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો અને નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT
મીરાબેન પટેલની મેયર તરીકે નિમણુંક કરવામાં આવી છે તો ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1નાં નટવરજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગૂંચવાતા સસ્પેન્સ યથાવત રહ્યું હતું. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.
વધુ વાંચો: TET-TAT પાસ ઉમેદવારો બન્યા આક્રમક, ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો, કરાઇ અટકાયત
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકામાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના પદ માટે આ વખતે સૌથી કોકડું વધુ ગૂંચવાયું હતું. ઉત્તર- દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશ નેતાઓએ મામલો પોતાના હાથમાં લીધો અને સોમવારે સાંજે મળેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં વિસ્તૃત ચર્ચા કરી, પરંતુ આ દરમિયાન પણ કોઇ મુદ્દે કોકડું ગૂંચવાતા મોડી રાત સુધી બેઠક ચાલી હતી. એમાં પણ મહિલા મેયર માટે બ્રહ્મ સમાજમાંથી હેમા ભટ્ટ અને છાયા ત્રિવેદીના નામો ચર્ચામાં હતા, તો પાટીદાર સમાજમાંથી મીરાબેન પટેલનું નામ ચર્ચામાં હતું. ત્યારે હવે આજે મીરાબેન પટેલની મેયર પરીકે નિમણૂક કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.