બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / વડોદરા / MLA Dharmendrasinh Vaghela lashed out at the contractor due to delay in road works

નારાજગી / 'કાલથી કામ ચાલુ કરવું છે કે નથી કરવું, નહીં તો...', રોડની કામગીરીમાં વિલંબ સર્જાતા MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લઇ લીઘો

Priyakant

Last Updated: 09:34 AM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Dharmendra Singh Vaghela Latest News: MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું, કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ના લેવાય, 2 દિવસમાં કામ શરું નહિ કરે તો રોડ પર દોડાવીશ

  • વડોદરા-વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતાં MLA રોષે ભરાયા
  • કોન્ટ્રાકટર અને અધિકારીનો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉધડો લીધો
  • 2 દિવસમાં કામ શરું નહિ કરે તો રોડ પર દોડાવીશઃ ધર્મેન્દ્રસિંહ
  • આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છેઃ ધર્મેન્દ્રસિંહ
  • કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ના લેવાયઃ ધર્મેન્દ્રસિંહ

MLA Dharmendra Singh Vaghela : વડોદરા-વાઘોડિયાના રોડ કામમાં વિલંબ થતાં MLA રોષે ભરાયા છે. વાત જાણે એમ છે કે, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાકટર અને અધિકારીનો ઉધડો લીધો હતો. વિગતો મુજબ રોડના કામમાં વિલંબને લઈ  ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 2 દિવસમાં કામ ચાલુ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. આ સાથે 2 દિવસમાં કામ શરું નહિ કરે તો રોડ પર દોડાવીશ તેવું પણ કહ્યું હતી. MLA એ કહ્યું કે, આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ના લેવાય.

વડોદરા-વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોડ કામમાં વિલંબને લઈ રોષે ભરાયા હતા. જેથી તેમણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો. જ્યાં તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે, તમે અત્યારે ને અત્યારે લખીને આપી દો. આ તને અત્યારે એક કલાકમાં લખીને આપશે, પછી તું કામ ક્યારે ચાલુ કરીશ. (બે દિવસમાં) બે દિવસ નહીં ચાલે, તું આમની પાસેથી અત્યારે માંગે તો તારું કામ અત્યારે ને અત્યારે ચાલુ થવું જોઇએ. (સર પરમદિવસે ચાલુ થઇ જશે) કાલે ચાલુ કરવું છે કે નથી કરવાનું. (કરી દઇશું કાલે ચાલુ) કાલની તારીખમાં કામ ચાલુ થવું જોઇએ, અને આ કામ જે કંઇ અધિકારીની રૂબરૂમાં તારે ચર્ચા કરવી હોય તે કરી લે, કાલથી કામ ચાલુ નહીં થાય તો આ વાઘોડિયા રોડ પર હું તને દોડાવડાવીશ. બરોબર છે. 

આ સાથે ધારાસભ્યને કોન્ટ્રાક્ટરને કહ્યું હતું કે, આ તને છેલ્લી વોર્નિંગ આપું છું. કારણ કે અહીંથી કેટલીય પબ્લિક નીકળે છે. 14 જણા આ રોડ પર મરી ગયા છે. તારા પાપના હિસાબે અને તમારા અધિકારીઓના 2ના પાપના હિસાબે 14 માણસોએ જીવ ગુમાવ્યો છે. એટલે તને છેલ્લી વોર્નિંગ છે, કે કાલની તારીખમાં તું કામ ચાલુ કરી દેજે, નહીં તો તારી સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ છે. કાલે જો કામ ચાલુ ના કરે તો આના બ્લેકલિસ્ટની પ્રોસેસ ચાલુ કરી દે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ