બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Mizoram Assembly Election Results Today: Fate of 174 Candidates on 40 Seats to be Decided

Mizoram Election Result 2023 / આજે મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ: 40 બેઠકો પર 174 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, 11 જિલ્લામાં ચાંપતો બંદોબસ્ત

Megha

Last Updated: 08:10 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. એક તરફ MNF ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગે છે તો બીજી તરફ કોંગ્રેસ સત્તામાં પાછા ફરવાની આશ લગાવીને બેઠું છે.

  • મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું
  • આજે મિઝોરમની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે 
  • મિઝોરમમાં મતગણતરીની તારીખ 3 ડિસેમ્બરથી બદલીને 4 ડિસેમ્બર કરી હતી 

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકારને બહુમતી મળી છે તો તેલંગાણામાં કોંગ્રેસને લોકોએ મોકો આપ્યો છે. હવે આજે મિઝોરમમાં મતગણના ચાલી રહી છે. આ ચૂંટણીમાં 16 મહિલાઓ સહિત તમામ 40 બેઠકો માટે 174 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ગઇકાલે ચારરાજ્યોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને આજે મિઝોરમની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે જ મિઝોરમમાં પ્રાદેશિક પક્ષોનો દબદબો રહેશે એવી ધારણા કરવામાં આવી હતી. 

મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. એક તરફ MNFનો પૂરો જોર ઈતિહાસનું પુનરાવર્તન કરવા પર છે તો બીજી તરફ કોંગ્રેસે પણ પાંચ વર્ષ બાદ સત્તામાં પાછા ફરવા માટે પૂરો જોર લગાવી દીધો છે. મિઝોરમમાં કુલ 8.52 લાખ મતદારોમાંથી 80.66% લોકોએ 7 નવેમ્બરે 174 ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  

ઉત્તર-પૂર્વના આ રાજ્યમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસ 40 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી ચાર સીટો પર ચૂંટણી લડી રહી છે અને 27 અપક્ષો પણ મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પસંદગીની 23 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ એવી બેઠકો છે જ્યાં ભાષાકીય લઘુમતીઓ રહે છે. આ વિસ્તારની મતદાર યાદીમાં રેંગ અને ચકમા આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં છે.

મહત્વના મુદ્દાઓ 
-  મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો છે 
-  મિઝોરમમાં 80.66% ટકા મતદાન થયું હતું 
-  ગત વખતે રાજ્યમાં કુલ 80.03% મતદાન નોંધાયું હતું
-  મિઝોરમમાં મત ગણતરીની તારીખ 3 ડિસેમ્બરથી બદલીને 4 ડિસેમ્બર કરી 

મિઝોરમમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAના ઘટક MNFએ 26 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી દીધી હતી. ZPM 8 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસ 2013 માં 34 બેઠકોની સરખામણીમાં માત્ર 5 બેઠકો સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ હતી.

એક્ઝિટ પોલના પરિણામોમાં CM જોરામથાંગા અને તેમની પાર્ટી MNF સામે ખૂબ જ મજબૂત સત્તા વિરોધી લહેર જોવા મળી રહી છે. કોંગ્રેસ MNFની સત્તા વિરોધી લહેરનો લાભ લેવા માટે વધુ કરી શકી નથી. ભાજપે કુલ 40માંથી માત્ર 23 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને તેની સ્થિતિ સારી છે. મિઝોરમમાં આગામી મુખ્યમંત્રી કોણ છે? આ સવાલના જવાબમાં 40 ટકા લોકોની પસંદગી લાલદુહોમા છે. તે જ સમયે, માત્ર 17 ટકા લોકોએ વર્તમાન મુખ્યમંત્રીને આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 Assembly Elections 2023 result mizoram Assembly Elections 2023 મિઝોરમ વિધાનસભા ચૂંટણી મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2023 વિધાનસભા ચૂંટણી 2023 Assembly Elections 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ