બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorologist Ambalal Patel forecast rains in Gujarat

વાતાવરણ / અંબાલાલની આગાહી: રોહિણી નક્ષત્રમાં આંધી-વંટોળ આવશે, 24 મે થી 4 જુન સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ

Vishnu

Last Updated: 11:49 AM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળામાં રહી શકે છે ચોમાસા જેવો માહોલ, 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે: અંબાલાલ પટેલ

  • હવામાન નિષ્ણાંતનું મહત્વનું અનુમાન
  • 24મેથી 4 જુન સુધી પડી શકે છે કમોસમી વરસાદ
  • ઉનાળામાં ચોમાસા જેવો માહોલ બનશે

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેઓની અંદાજા મુજબ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. દેશમાં આંધી-વંટોળ સાથે વરસાદની શકયતા હોવાનો મત તેમણે વ્યક્ત કરતાં કહ્યું છે કે 24મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે અને જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસે.

24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે: અંબાલાલ
અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રાજ્યમાં 24 મેથી 4 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જો કે, ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત આવશે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગે શું કર્યા વરસાદના વરતારા
રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.

કેરળમાં 5 દિવસ વહેલું ચોમાસું બેસશે
ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમન સાથે થતી હોય છે.  ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું તેના નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી જવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના આંકલન મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ ચોમાસું આંદમાન નિકોબારથી કેરળ લઇને ત્યાંથી આગળ કેટલે સુધી પહોંચે છે તેની પર સમગ્ર મદાર રહેલો છે. વર્ષ 2021માં આંદમાન-નિકોબારમાં 21 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ