બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorological department statement on possible storm

આગાહી / ગુજરાતમાં હાલ વાવાઝોડાની કોઈ અસર નહીં, પરંતુ માછીમારોને એલર્ટ રહેવા સૂચના, જુઓ ક્યાં કયું સિગ્નલ અપાયું

Malay

Last Updated: 02:39 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરોઃ વાવાઝોડા 'તેજ'ને લઈને હવામાન વિભાગે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન સાયક્લોનમાં પરિવર્તિત થયું, 12 કલાક બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે.

  • વાવાઝોડા 'તેજ'નો મંડરાઈ રહ્યો છે ખતરો
  • ગુજરાતીઓ મુકાઈ ગયા છે ચિંતામાં
  • દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવાયાં
  • ઓમાન તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું 

Cyclone Tej Update: અગાઉ જૂન મહિનામાં ગુજરાતની પ્રજાએ વાવાઝોડા બિપરજોયથી થયેલા વિનાશનો કડવો અનુભવ કર્યો હતો. બિપરજોય વાવાઝોડું અગાઉ ગુજરાતના દરિયાકાંઠે અથડાવવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેની પૂર્વ નિર્ધારિત દિશાથી ભટકીને તે રાજ્યના માંડવીના દરિયા કિનારે અથડાયું હતું. હવે માત્ર ચાર મહિનાના સમયગાળામાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા 'તેજ'નો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પગલે રાજ્યના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયાં છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા
રાજ્યમમાં વાવાઝોડા તેજના ઊભા થયેલા સંકટથી દરેક ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. અરબી સમુદ્ધમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે, તે 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને તે આગામી સમયગાળામાં વધુ પ્રબળ બનશે તેમજ આવતીકાલે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બનવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતના દરિયાકાંઠે વરસાદ કે ભારે પવનની કોઈ આગાહી નથી. જોકે, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.  

12 કલાક બાદ નક્કી થશે વાવાઝોડાની દિશાઃ મનોરમા મોહંતી
આ સંભવિત વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડાની દિશા નક્કી થશે, રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન સાયક્લોનમાં પરિવર્તિત થયું છે. સાયક્લોનને 'તેજ' નામ આપવામાં આવ્યું છે. વાવાઝોડુ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું અરેબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં વાવાઝોડુ છે. 

કમોસમી માવઠાને લઇ રાહતના સમાચાર: શું ગુજરાતમાં ખેડૂતો માટે વરસાદ બનશે આફત  કે પછી? જાણો હવામાન વિભાગની આગાહી | Relief news came out regarding  unseasonal rains in Gujarat
મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)

25 ઓક્ટોબરે યમન-ઓમાન કરશે ક્રોસ
તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ વાવાઝોડાની કોઈ અસર નથી. વાવાઝોડુ 25 ઓક્ટોબરે યમન-ઓમાન કોસ્ટ ક્રોસ કરશે. દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં પવન હોવાથી માછીમારોને ત્યાં નહીં જવા સૂચન કરાયું છે. 

અંબાલાલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, 22 ઓક્ટોબરથી ચક્રવાત સર્જાશે અને સાયક્લોન ઓમાન તરફ ફંટાશે, ચક્રવાતનો ટ્રેક 22 ઓક્ટોબર પછી સ્પષ્ટ થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 24 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં પણ હવાનું દબાણ સર્જાશે. અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 

May be an image of map and text that says "VTV ગુજરાતી VTVGUJARATI.COM 150 કિમી પ્રતિ કલાકની ઝડપે આવશે વાવાઝોડું: અંબાલાલ અરબ સાગરમાં 'તેજ' વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી: 22 ઓક્ટોબરે સર્જાશે ચક્રવાત, 150 કિમી પ્રતિ કલાક રહી શકે છે પવનની ઝડપ. વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા. ગુજરાતમાં વહેલી શરે થશે ઠંડી."

26થી 28 ઓક્ટોબરે હવામાન પલટાતા ઠંડી વધશે
તેઓએ જણાવ્યું કે, પશ્ચિમ વિક્ષેપ આવશે તો ઠંડી ઘટશે. જો પશ્ચિમ વિક્ષેપ હટે તો ઠંડી વધી શકે છે. દિવાળીમાં પશ્ચિમ વિક્ષેપ હટવાના કારણે ઠંડી વહેલી પડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ