બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Mental stress responsible for firing of Porbandar IRB jawan porbandar

સત્ય શું? / પોરબંદર IRBના જવાનના ફાયરિંગ મામલે માનસિક તણાવ જવાબદાર? ગંભીર ઈજાગ્રસ્ત જવાનને જામનગર ખસેડાયો

Kishor

Last Updated: 11:34 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર સ્થિત નવાબંદર સાયક્લોન સેન્ટરરમાં થયેલ જવાનોની હત્યા મામલે આરોપી જવાન ઈનાઉયાસિંઘની ધરપકડ કરાઇ છે, જેમાં માનસિક તણાવમાં આવી આ હિંસક કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

  • પોરબંદરમાં ચૂંટણીકાળ લોહિયાળ 
  • આરોપી જવાન ઈનાઉયાસિંઘની ધરપકડ
  • ઇજાગ્રસ્ત જવાનને વધુ સારવારની જરૂર જણાતા ખસેડાયો જામનગર

રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે અને હવે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાનને આડે ફક્ત ચાર દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં ચૂંટણીકાળ લોહિયાળ બન્યો છે. 26 તારીખે ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાને અચાનક જ પોતાના સાથી જવાનો પર પોતાની એકે – 47 રાઈફલમાંથી ગોળીબાર કરતાં બે જવાનોના મોત નિપજ્યા હતા. પોરબંદર જિલ્લામાં ચૂંટણી બંદોબસ્ત માટે CISF, પેરા મિલિટ્રી ફોર્સ અને રિઝર્વ બટાલિયનના જવાનોને બોલાવવામાં આવ્યા છે. તે પૈકી ઈન્ડિયન રિઝર્વ ફોર્સની બે બટાલિયનને પોરબંદરમાં નવી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં મણીપુરની બે બટાલિયનના 160 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 



જવાનને વિશેષ સારવાર જામનગર ખસેડાયો 
પોરબંદરની ભાગોળે આવેલા ગોસા (ટુકડા) ખાતેના સાઈક્લોન સેન્ટરમાં ગઈકાલે સાંજે ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના એક જવાને અચાનક જ પોતાના સાથી જવાનો પર પોતાની એકે – 47 રાઈફલમાંથી ધાણીફૂટ ગોળીબાર કરતાં બે જવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે જવાનોને ઈજાઓ થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જવાને માનસિક તણાવમાં આવી જઈને આવું હિંસક કૃત્ય આચર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ ઘટનામાં ઘવાયેલા એક જવાનની હાલત વધુ ગંભીર થતાં તેને વિશેષ સારવાર માટે ગઈકાલે મોડી રાત્રે જામનગર ખસેડવામાં આવ્યો હતો.

મજાકમાં ઉશ્કેરાઈ જઇ કર્યું ફાયરિંગ
મણીપુરની બે બટાલિયનના 160 જવાનો ગઈકાલે સવારે જ આવ્યા હતા અને હજુ સુધી તેમને કોઈ ડ્યૂટી પણ સોંપવામાં આવી ન હતી. દરમિયાનમાં ગઈકાલે સાંજે સાડા પાંચ-છ વાગ્યાના અરસામાં આઈઆરબીની થર્ડ અને ફોર્થ બટાલિયનના જવાનો પોતાના કામકાજમાં મશગૂલ હતા અને મજાક-મસ્તીનો દોર ચાલી રહ્યો હતો. આ મજાક-મસ્તીનો દોર ક્યારે ગંભીર બની ગયો તેની કોઈને ખબર જ ન રહી. જવાનો વચ્ચેની આ મજાકથી થર્ડ બટાલિયનનો જવાન એસ. ઈનાઉયાસિંઘ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે રહેલી એકે-૪૭ રાઈફલમાંથી પોતાના સાથી જવાનો પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આ ગોળીબારમાં થર્ડ બટાલિયનના જવાન થોઈબાસિંઘ (ઉં.વ.38) અને જીતેન્દ્રસિંઘ ખુમાન થેમ (ઉં.વ.50)ના મોત નિપજ્યા હતા, જ્યારે રોહિકાના એક કોન્સ્ટેબલ(ફોઆઈઆરબી) તથા ચોરાજીત (રાયફલમેન, થર્ડ આઈઆરબી)ને ગંભીર ઈજાઓ થતાં પોરબંદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગરના દવાખાને ખસેડવામાં આવ્યા છે.

જવાન ઈનાઉયાસિંઘની ધરપકડ
બનાવની તપાસ નવી બંદર પોલીસ ચલાવી રહી છે. પોરબંદર એસપી ડો. સેનીના જણાવ્યા મુજબ આરોપી ઈનાઉયાસિંઘે પોતાની એકે –૪૭ રાઈફલમાંથી 10 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.  પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી ગ્રામ્ય, એલસીબી પીઆઈ શ્રીમાળી, નવી બંદર પોલીસના પીએસઆઈ જાડેજા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આ હત્યાકાંડ સર્જનાર આઈઆરબીના જવાન ઈનાઉયાસિંઘની ધરપકડ કરી તેની સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ