બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / Mehul Choksi has been given a big relief by the foreign court, now it will be difficult to bring the fugitive to India

BIG NEWS / મેહુલ ચોક્સીને વિદેશી કોર્ટે આપી દીધી મોટી રાહત, હવે ભાગેડુને ભારત લાવવામાં આવશે મુશ્કેલી

Priyakant

Last Updated: 11:04 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehul Choksi News: વિદેશની કોર્ટે જણાવ્યું કે, રૂ. 13,000 કરોડની છેતરપિંડી મામલે ભારતમાં વોન્ટેડ હીરાના વેપારી મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બરબુડામાંથી બહાર લઈ જઈ શકાય નહીં

  • ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને લઈ મોટા સમાચાર 
  • મેહુલ ચોક્સીએ વિદેશની કોર્ટમાં જીત મેળવી 
  • કોર્ટે કહ્યું મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બરબુડામાંથી બહાર લઈ જઈ શકાય નહીં
  • ગયા મહિને જ પાછી ખેંચી લેવામાં આવી છે રેડ કોર્નર નોટિસ 

ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મેહુલ ચોક્સીએ વિદેશની કોર્ટમાં જીત મેળવી છે. એન્ટિગુઆ અને બરબુડાની હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રૂ. 13,000 કરોડની છેતરપિંડી મામલે ભારતમાં વોન્ટેડ હીરાના વેપારી મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બરબુડામાંથી બહાર લઈ જઈ શકાય નહીં. 

મેહુલ ચોક્સીએ તેમના સિવિલ દાવામાં દલીલ કરી છે કે, એન્ટિગુઆના એટર્ની જનરલ અને પોલીસ વડાની તેમની સામેના કેસોની તપાસ કરવાની ફરજ છે. ડોમિનિકાના એક ન્યૂઝ અનુસાર મેહુલ ચોક્સીએ અમાનવીય અથવા અપમાનજનક વર્તન અથવા સજાની આશંકા પણ વ્યક્ત કરી છે. ચોક્સીએ તેમના દાવાઓની તપાસની માંગ કરી છે. આ સાથે તેણે કોર્ટ પાસે રાહતની પણ માંગ કરી છે. તેણે માંગણી કરી હતી કે 23 મે, 2021ના રોજ એન્ટીગુઆ અને બાર્બુડામાંથી તેના બળજબરીથી અપહરણની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

શું કહ્યું કોર્ટે ? 
કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મેહુલ ચોકસીને કોર્ટના આદેશ વિના એન્ટિગુઆ અને બરબુડા બોર્ડરથી બહાર લઈ જઈ શકાય નહીં. તેના આદેશમાં કોર્ટે કહ્યું કે, ડોમિનિકન પોલીસે ખાતરી કરવી જોઈએ કે ચોક્સીને તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો કે કેમ ? 

ગયા મહિને જ પાછી ખેંચી લેવામાં આવી છે રેડ કોર્નર નોટિસ 
અગાઉ ગયા મહિને માર્ચમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ રેડ નોટિસના ઇન્ટરપોલ ડેટાબેઝમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ નોટિસને લઈને ભારતમાં ભારે હોબાળો થયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નોટિસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. વાસ્તવમાં રેડ નોટિસ હટાવવાનો અર્થ એ છે કે, ચોક્સી એજન્સીઓ દ્વારા ધરપકડ થવાના ડર વિના મુક્તપણે વિશ્વભરમાં મુસાફરી કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ