બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / MBS MOHAMMAD BIN SALMAN MET PM MODI, SAUDI ARABIA CHANGES AFTER THE RULE OF MBS

ક્રાઉન પ્રિંસ / સિનેમા ખૂલ્યા, મહિલાઓને આપ્યા અધિકાર: વિશ્વભરમાં આધુનિક ઈસ્લામનો ચહેરો બની રહ્યા છે મહોમ્મદ બિન સલમાન, 13 ભાઈ-બહેનોમાં સૌથી નાના હોવા છતાં બનશે કિંગ

Vaidehi

Last Updated: 05:06 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 વર્ષોમાં MBS ઊર્ફે ક્રાઉન પ્રિંસ મહોમ્મદ બિન સલમાને સાઉદી અરબની આખી છબી બદલી નાખી. એક તરફ મહિલાઓનાં હકો માટે લડ્યાં તો બીજી તરફ સત્તા માટે પોતાના જ ભાઈઓને જેલમાં ધકેલ્યાં. જાણો પ્રિંસ ક્રાઉન અને સાઉદી અરબની આ ચોંકાવનારી કહાણી.

  • મહોમ્મદ બિન સલમાન ભારતનાં પ્રવાસે
  • 4 વર્ષોમાં બીજી વખત સ્ટેટ વિઝિટમાં આવ્યાં ક્રાઉન પ્રિંસ
  • સાઉદી અરબમાં પ્રગતિશિલ બદલાવ કરવા પાછળ MBSનો હાથ

મહોમ્મદ બિન સલમાન, પોતાની દ્વિતીય સ્ટેટ વિઝિટ માટે ભારત આવ્યાં છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું રાજકીય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ મૂર્મુ અને PM મોદીએ સાઉદી અરબનાં ક્રાઉન પ્રિંસ સાથે મુલાકત કરી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર અને જળવાયુ જેવા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી. PM મોદીએ કહ્યું કે,' ભારત અને સાઉદી અરબની મિત્રતા ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિરતા, સમૃદ્ધિ અને માનવ કલ્યાણ માટે મહત્વપૂર્ણ છે.' સાઉદી અરબનાં પ્રિંસે PM મોદીનો જી20નાં સમ્મેલનની સફળતા બદલ આભાર માન્યો. અને ભારતને સાઉદી અરબનો ખાસ મિત્ર ગણાવ્યો.

ક્રાઉન પ્રિંસ અને તેમની કહાણી
38 વર્ષીય ક્રાઉન પ્રિંસ એટલે કે MBS ક્યારે શું કરશે તે કોઈ નથી જાણતું હોતું. 7 ભાઈઓમાં સૌથી નાનાં MBSએ કંઈક એવું કર્યું જે જોઈ દુનિયા ચોંકી ગઈ.એવું પણ કહેવામાં આવે છે કે પોતાના પિતાને સાઉદી અરબનો કિંગ બનાવવા માટે MBSએ તે સમયનાં તેમના ભાઈ અને પૂર્વ કિંગ શાહ અબદુલ્લાની હત્યાનું કાવતરું રચ્યું હતું. એવું કહેવામાં આવે છે કે હત્યા માટે MBSએ તેના હાથમાં એક એવી રિંગ પહેરી હતી જેને અડતાની સાથે જ કોઈનું મૃત્યુ થઈ જાય કારણકે તેમાં ઝેર લાગેલું હતું. જો કે આ ઘટના થયાં હોવાની કોઈ સાબિતી નથી. MBSથી તેના પિતા અને સાઉદી અરબનાં કિંગ એટલા પ્રભાવિત થયાં કે સૌથી નાનો ભાઈ હોવા છતાં તેમને ક્રાઉન પ્રિંસ બનાવવામાં આવ્યું.  2015ની સાલમાં કિંગ અબદુલ્લાનાં મૃત્યુ બાદ MBSનાં પિતા સત્તા પર આવ્યાં અને 2 વર્ષ બાદ 2017માં તેમણે પોતાના સૌથી નાનાં પુત્ર MBSને પોતાનાં ક્રાઉન પ્રિંસ એટલે કે ઉત્તરાધિકારી નિયુક્ત કર્યાં.

પ્રિંસ ક્રાઉન બદલી રહ્યાં છે સાઉદી અરબ:

સાઉદી અરબનાં સિનેમાઘરોને લઈને 34 વર્ષો જૂનો નિયમ બદલ્યો
કહેવાય છે કે MBS એકવખત કંઈક વિચારી લે છે તો કામ પૂરું કરીને જ માને છે. સાઉદી અરબમાં વર્ષોથી સિનેમાઘરો પર પ્રતિબંધ હતો. ઘણી જગ્યાએ સિનેમાને એન્ટી ઈસ્લામિક માનવામાં આવે છે. સાઉદી અરબમાં પણ 35 વર્ષો બાદ ક્રાઉન પ્રિંસ સલમાને પોતાના દેશમાં આ નિયમ પરનાં પ્રતિબંધો દૂર કર્યાં. અને થિયેટર્સ ચલાવવાની પરવાનગી આપી.

મહિલાઓને લગતાં નિયમોમાં ફેરફાર
પહેલાં સાઉદી અરબમાં સાર્વજનિક સ્થળો પર મહિલાઓને અબાયા પહેરવું ફરજિયાત હતું. પરંતુ MBAએ આ પ્રતિબંધો પણ દૂર કર્યાં. એટલે એવું કહી શકાય કે તેઓ પોતાના દેશમાં મહિલાઓ માટે પણ સમાજને ખોલી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.  આ સિવાય પહેલાં મહિલાઓ પોતે ગાડી ચલાવીને કામ પર નહોતી જઈ શકતી પરંતુ હવે આ પ્રતિબંધ પણ દૂર કરી દેવામાં આવ્યો છે. પરિણામે મહિલાઓ પણ ગાડી માટે લાયસન્સ માટે અપલાય કરે છે અને ગાડી ચલાવે પણ છે. મહિલાઓને રમત-ગમતનાં ક્ષેત્રમાં જોડાવા માટે પણ MBSએ કૂચ કરી હતી.

મસ્જિદોનાં સ્પીકરને લઈને નિયમ
MBSની પહેલ પર જ સાઉદી અરબમાં નિયમ બન્યો કે ત્યાં મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પીકરનો અવાજ નક્કી કરેલા dbsથી વધારી નહીં શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુસ્લિમ દેશમાં મહોમ્મદ બિન સલમાનનાં નેતૃત્વને લીધે અનેક રૂઢિગત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની વિશ્વમાં પ્રસન્નતા થઈ રહી છે.

ઉદારવાદી નેતા કે સુધારવાદી નેતા?
માહિતી અનુસાર MBSનાં ક્રાઉન પ્રિંસ બન્યા બાદ સાઉદીમાં શાહી પરિવાર સાથે સંબંધિત પ્રિંસ, વેપારીઓ અને સીનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. અલ-વલીદ બિન તલાલ જેવા MBSનાં અનેક ભાઈઓ જેલમાં રહ્યાં. સરકારનું કહેવું હતું કે આ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન છે પરંતુ એવું પણ કહેવામાં આવ્યું કે હકીકતમાં MBS પોતાની સત્તા પરની પકડ મજબૂત કરવા માટે આ બધું કરી રહ્યાં છે. જેલથી મુક્તિ મળ્યાં બાદ વેપારીઓ એ પોતાના વેપારમાંથી સરકારને કેટલોક હિસ્સો આપ્યો અને અરબો ડોલરની રકમ અદા કરી.2020માં ફરી તેમણે શાહી પરિવાર સાથે સંકળાયેલા તેમના ભાઈઓ પર રાજદ્રોહની કાર્યવાહીનાં નામે ધરપકડ કરાવી હતી. 2018ની સાલમાં MBS પર એક પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો આરોપ પર લાગ્યો હતો.જો કે MBSએ આ ઘટનામાં તેમનો કોઈ જ હાથ નથી તેવું કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ