બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / massive fire broke out in the 3 floor apartment in jaipur rajasthan

દુર્ઘટના / ગમખ્વાર રવિવાર: જયપુરમાં વહેલી સવારે 3 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, લોકો જીવ બચાવવા દોડ્યા

Dhruv

Last Updated: 11:52 AM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સવારે ત્રણ માળના એપાર્ટમેન્ટમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.

  • જયપુરના પ્રતાપનગરમાં એપાર્ટમેન્ટમાં લાગી હતી ભીષણ આગ
  • ત્રીજા માળે ફસાયેલા લોકો બૂમાબૂમ કરતા રહ્યાં
  • વેપારીના લાખો રૂપિયાના કપડા બળીને ખાખ થઈ ગયા

જયપુરમાં આજ સવારે લાગેલી આગે એવો તાંડવ મચાવ્યો હતો કે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. જયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગતપુરા વિસ્તારમાં 3 માળના એપાર્ટમેન્ટમાં સવારના 4:00 વાગ્યે આ ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગ ફેલાતાની સાથે જ ત્યાં રહેતા લોકોને તેની જાણ થઈ જતા તેઓ તુરંત જાગી ગયા અને તેઓએ જ્યારે પોતાને આગથી ઘેરાયેલા જોયા ત્યારે તેઓએ ચીસાચીસ કરી મૂકી હતી. તમને જણાવી દઇએ કે, આ આગના કારણે લાખોનો માલસામાન બળીને રાખ થઈ ગયો હતો.

(પ્રતિકાત્મક તસવીર)

ત્રીજા માળે ફસાયેલા લોકો ચીસો પાડતા રહ્યાં

આગમાં ફસાયેલા લોકોએ તેમના સંબંધીઓને મદદ માટે બોલાવ્યા હતા અને બાદમાં તેઓએ પોલીસને જાણ કરી. બાદમાં પ્રતાપ નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સિવિલ ડિફેન્સની ટીમને ઘટનાસ્થળે બોલાવી લીધી. સિવિલ ડિફેન્સ ટીમના 12 કર્મચારીઓ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ આગ પર કાબુ મેળવીને ત્રીજા માળે ફસાયેલા લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. તેઓને બહાર કાઢવા માટે સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, જગતપુરામાં અક્ષય પત્ર નજીક મધર ટેરેસા સ્કૂલ પાસેના એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ આગ લાગવાનું પ્રાથમિક કારણ હાલમાં શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. આ આગના કારણે બિલ્ડીંગને પણ નુકસાન થયું હતું.

સદ્દનસીબે લોકોને સમયસર બહાર કાઢી દેવામાં આવ્યા

જણાવી દઈએ કે, આ ભીષણ આગમાં કપડાના વેપારીના લાખો રૂપિયાના કપડા બળીને ખાખ થઈ ગયા. એવું કહેવાય છે કે લગ્નની સિઝનના કારણે વેપારીએ થોડા દિવસો પહેલા વર-કન્યા સિવાયના કપડા ખરીદ્યા હતા. તેણે પોતાના ઘરના એક રૂમને ગોડાઉનમાં ફેરવી નાખ્યો હતો. પરંતુ રૂમમાં રાખેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે ફાયરની ટીમ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમયસર આગને કાબુમાં લઇ લીધી હતી. જેના કારણે સદ્દનસીબે લોકોને સમયસર બહાર કાઢી દેવામાં આવ્યા નહીં તો આ આગના કારણે કોઇ જાનહાની થઈ હોત. આ રીતે મોટી દુર્ઘટના થતા-થતા ટળી ગઇ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ