બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / married individuals cant enter live in relationships andhra pradesh high court

ન્યાયિક / પરણેલાને લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો હક નથી, ફક્ત આ વ્યક્તિ જ રહી શકે- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 02:45 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો એક મહત્વનો ફેંસલો છે કે વિવાહિત વ્યક્તિને લિવ ઈન રિલેશનશીપમાં રહેવાનો અધિકાર નથી.

  • લિવ ઈન રિલેશનશીપને લઈને હાઈકોર્ટનો વધુ એક મોટો મત 
  • પરિણિત વ્યકતિને લિવ ઈન માટે લાયક ન ગણ્યો
  • કહ્યું કે વિવાહિતને લિવ ઈનમા રહેવાનો હક નથી 

લિવ ઈન રિલેશનશીપ (લગ્ન વગર સાથે રહેવું) ને લઈને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે વિવાહિતને લિવ ઈનમાં રહેવાને લાયક ગણ્યો નથી. હાઈકોર્ટનો મત છે કે લગ્ન વિના સાથે રહેવાની કપલની પસંદગીને માન્યતા આપવાથી પરણિત લોકોને તેમના લગ્ન દરમિયાન અન્ય લોકો સાથે રહેવાનો અધિકાર મળતો નથી.

કયા કેસમાં આવ્યો હાઈકોર્ટનો ફેંસલો 
જસ્ટીસ રવિ નાથ તિલહરી અને બીવીએલએન ચક્રવર્તીની ડિવિઝન બેંચે એક પરિણીત પુરુષની અરજી ફગાવતા આવી ટીપ્પણી કરી હતી. આ પુરુષ જે મહિલા સાથે લિવ ઈનમાં રહેતો હતો તેને તેને માતાપિતા લઈ ગયા હતા અને પોતાની લિવ ઈન પાર્ટનરને પાછી લાવવા માટે આ પુરુષે હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. જોકે કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું કે વિવાહિતને લિવ ઈનમા રહેવાનો હક નથી. અરજદારનું નિવેદન હતું કે તે પરિણીત છે પરંતુ તેની અને તેની પત્ની વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી પેન્ડીંગ છે અને છુટછેડાની અરજીથી તે લિવ ઈનમાં મહિલા સાથે રહેતો હતો. જુલાઈ 2023 માં, મહિલાના પિતા પરિવારના અન્ય સભ્યો સાથે અરજદારના ઘરે આવ્યા હતા, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મહિલાને તેની સાથે લઈ ગયા હતા. અરજદારે દલીલ કરી હતી કે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ કોઈ પણ રેકોર્ડ પર લેવામાં આવી ન હતી.

શું કહ્યું હાઈકોર્ટે 
ખંડપીઠે કહ્યું કે લગ્નની બહાર રહેવાની વ્યક્તિની પસંદગીનો અર્થ એ નથી કે પરિણીત વ્યક્તિઓ લગ્નના નિર્વાહ દરમિયાન લગ્ન સિવાયના અન્ય લોકો સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવા માટે સ્વતંત્ર છે. આ કાનૂની માળખાનું ઉલ્લંઘન હશે. જો પુરુષો અને સ્ત્રીઓ પુખ્ત વયના હોય, તો લગ્નની બહાર રહેવાનો અધિકાર, લગ્ન વિના જીવવાનો માનવામાં આવે છે. તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માટે બંધાયેલા નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે લગ્ન ચાલુ રાખવા દરમિયાન, બિન-વૈવાહિક અન્ય લોકો સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેવું. કોર્ટે અવલોકન કર્યું હતું કે ન તો અરજદારે તેના છૂટાછેડા ચાલી રહ્યા છે તે દર્શાવવા માટે કોઈ સામગ્રી રજૂ કરી હતી કે ન તો તેણે તેના દાવાને ટેકો આપવા માટે કોઈ સામગ્રી રજૂ કરી હતી કે તે અને મહિલા સાથે રહેતા હતા.અરજદારે ફરિયાદ નોંધાવી હોવાનો દાવો કર્યો હતો જે પોલીસ દ્વારા રેકોર્ડ પર લેવામાં આવી ન હતી, તેમ છતાં તેણે પોલીસને ફરિયાદ રેકોર્ડ પર લેવાની ફરજ પાડવા માટે તેના તરફથી કોઈ વધુ કાર્યવાહી કરી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ