ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
માર્ચ મહિનામાં તહેવારની લાંબી લાઈન છે તો જો તમારો બેન્ક જવાનો પ્લાન છે અથવા બેન્ક સાથે જોડાયેલું કોઈ પણ કામ માર્ચના મહિનામાં કરવાના છો તો તેના પહેલા બેન્કિંગ રજાઓની લિસ્ટ જરૂર ચેક કરી લો. માર્ચ મહિનામાં શિવરાત્રિ, હોળી જેવા ઘણા તહેવાર છે. જેના કારણે માર્ચમાં આખા 13 દિવસ બેન્કોમાં કામકાજ નહીં થાય.
13 દિવસ રહેશે રજા
RBIની તરફથી બેન્કોની રજાઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેક મહિનાની રજાઓની ડિટેલ્સ આપવામાં આવી છે. માર્ચમાં 13 દિવસની રજાઓમાં 4 રવિવાર પણ શામેલ છે. આ ઉપરાંત આ રજાઓની લિસ્ટ રાજ્યના હિસાબથી છે.
ADVERTISEMENT
RBIએ જાહેર કરી છે લિસ્ટ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જાન્યુઆરી મહિનામાં જ આખા વર્ષની રજાઓની લિસ્ટ જાહેર કરે છે. જેના કારણે કર્મચારીઓ અને ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
આ છે રજાઓની લિસ્ટ
1 માર્ચમાં મહાશિવરાત્રિના કારણે અગરતલા, આઈજોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈંફાલ, કલકત્તા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલાંગને છોડીને અન્ય સ્થાનોમાં બેન્ક બંધ રહેશે.
3 માર્ચથી લોસારના કારણે ગંગટોકમાં બેન્ક બંધ રહેશે.
4 માર્ચ ચપચાર ફૂટના કારણે આઈઝોલમાં બેન્ક બંધ રહેશે.
6 માર્ચે રવિવારના કારણે સાપ્તાહિક રજા છે.
12 માર્ચે શનિવાર એટલે મહિનાનો બીજા શનિવાર છે. જેના કારણે બેન્ક બંધ રહેશે.
13 માર્ચે રવિવારના કારણે બેન્કોમાં કામ નહીં હોય.
17 માર્ચે હોલિકા દહનના કારણે દહેરાદૂન, કાનપુર, લખનૈઉ અને રાંચીમાં બેન્ક બંધ છે.
18 માર્ચે હોળી/ ધુલેટી/ ડોલ જાત્રાના કારણે બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈંફાલ, કેચિ, કોલકાતા અને તિરૂવનંતપુરમને છોડીને અન્ય સ્થાનોમાં બેન્ક બંધ છે.
19 માર્ચે હોળી/ યાઓસાંગના કારણે ભુવનેશ્વર, ઈંફાલ અને પટનામાં બેન્ક બંધ
20 માર્ચે રવિવાર છે.
22 માર્ચે બિહાર દિવસના કારણે પટનામાં બેન્ક બંધ છે.
26 માર્ચે શનિવાર એટલે કે મહિનાનો ચોથો શનિવાર છે.
27 માર્ચે રવિવારના કારણે બેન્કોમાં કામ નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT