બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / many leaders BJP high command calls for names of women candidates from Delhi

મહિલા મત પર નજર / દિલ્હીથી BJP હાઈકમાન્ડે મહિલા ઉમેદવારોના નામ મંગાવતા અનેક નેતાઓમાં સળવળાટ

Kishor

Last Updated: 04:04 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીમાં ભાજપના ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે.જેમાં મહિલા પ્રતિનિત્વ માટે હાઈકમાન્ડે મહિલા ઉમેદવારોના નામ માંગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • દિલ્લીમાં ભાજપનું ઉમેદવારો માટે મંથન
  • વિધાનસભામાં મહિલા પ્રતિનિત્વ માટે હાઈકમાન્ડ સતર્ક
  • 33 જિલ્લા અને 4 મનપામાં 1 બેઠક પર મહિલા ઉમેદવાર ફરજીયાત 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. તેવામાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં ન આવતા સત્તાવાર મહોર અંગે સૌ કોઈની મીટ મંડાયેલી છે. હવે પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા હવે ગમે તે ઘડીએ જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે દિલ્લીમાં ભાજપનુ ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે.  જેમાં વિધાનસભામાં મહિલા પ્રતિનિત્વ માટે હાઇકમાન્ડ સતર્ક બન્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. દિલ્હીથી BJP હાઈકમાન્ડે મહિલા ઉમેદવારોના નામ મંગાવ્યા છે. જેને લઇને પત્તું કપાવાના ડરથી અનેક નેતાઓમાં સળવળાટ ઉપડ્યો છે.  ભાજપએ તાબડતોબ સ્ટ્રેટેજી બદલી આશરે 33 જિલ્લા અને 4 મનપામાં 1 બેઠક પર મહિલા ઉમેદવાર ફરજીયાત કરવા મન મનાવી લીધું છે. 

સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં મહિલા ઉમેદવારના નામ મંગાવાયા
જાણવા મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં હાઇકમાન્ડ દ્વારા મહિલા ઉમેદવારના નામ મંગાવવામાં આવ્યા છે. જેમાં મહિલા મત પર નજર  કરી મોટા ભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, અમરેલી જિલ્લામાંથી મહિલા ઉમેદવારોના નામો મંગાવાયા છે.  તેમાં પણ ખાસ કરીને મોરબી બેઠક પર પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવાનું નામ ચર્ચામાં હોવાની માહિતી મળી રહી છે.


બેઠક બાદ ગમે તે ઘડીએ જાહેર થઇ શકે છે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી 
ઉમેદવારોની પસંદગીને લઇ ભાજપમાં કવાયત શરૂ થઇ છે.  આ અંગે આજે સાંજે ભાજપની મહત્વની બેઠક મળશે. સાંજે 6:30 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામની યાદી જાહેર થઈ શકે છે. તેવા પણ એંધાણ વર્તાઇર રહ્યા છે.  જે પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ