બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : પથ્થર મારીને ટ્રેનના કાચના બોલાવી દીધાં ભુક્કાં, બેસવાં ન મળતાં પ્રવાસીઓ ગાંડા થયા

સ્ટેશન પર શૈતાની કૃત્ય / VIDEO : પથ્થર મારીને ટ્રેનના કાચના બોલાવી દીધાં ભુક્કાં, બેસવાં ન મળતાં પ્રવાસીઓ ગાંડા થયા

Last Updated: 10:04 PM, 22 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભીડને કારણે દરવાજેથી ચઢવા ન મળતાં મુસાફરોએ પથ્થર મારીને ટ્રેનના મોંઘા કાચ તોડી નાખ્યાં હતા.

રેલવે જાણે પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી હોય તેમ લોકો વર્તે છે. ઉત્તર પ્રદેશથી મુંબઈ જઈ રહેલી ખીચોખીચ ભરેલી ટ્રેનમાં ચઢવાની જગ્યા ન મળતાં પ્રવાસીઓ મોંઘા કાચ તોડી નાખ્યાં હતા. લોકોની ભારે ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીડ ટ્રેનમાં ચઢવા માટે પાગલ થઈ ગઈ હતી અને ટ્રેનને નુકસાન પહોંચાડવા લાગી હતી.

મોટા પથ્થરનો ઘા મારીને બારીના કાચના ભુક્કા બોલાવી દીધાં

આ ઘટના માણેકપુર રેલવે સ્ટેશન પર બની હોવાનું કહેવાય છે. 15101 અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન માણેકપુર સ્ટેશનથી ઉપડવાની તૈયારી હતી પરંતુ ભીડ એટલી બધી કે ઘણા બધા પ્રવાસીઓ દરવાજેથી ચઢી શક્યા નહોતા આથી કેટલાક માથાફરેલા પ્રવાસીઓએ મોટા પથ્થરનો ઘા મારીને બારીના કાચના ભુક્કા બોલાવી દીધાં હતા.

કાચ તૂટતાં પ્રવાસીઓમાં ગભરાટ, નીચે પડીને જીવ બચાવ્યો

પથ્થરમારાના કારણે કાચ તૂટી ગયા હતા અને ટ્રેનમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક મુસાફરોએ સળિયા ઉખેડીને દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ કામથી ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કાચથી બચવા મુસાફરો નીચે કૂદી પડ્યાં હતા. આ ઘટનાની માહિતી મળ્યાં બાદ રેલવે પોલીસે પ્રવાસીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

રેલવે આપણી સંપત્તિ

મુસાફરોએ આવી હરકતો છોડવી પડશે કારણ કે રેલવે આપણી પોતાની સંપત્તિ છે અને આપણી આ સંપત્તિને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vtv news viral video train glass breaking video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ