બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Mamata Banerjee called me asking for help in Nandigram, claims Suvendu aide, releases call recording

પ.બંગાળ / ચૂંટણીના મતદાન વચ્ચે ભાજપના નેતાનો મોટો દાવો- 'મમતા બેનર્જીએ મને ફોન કર્યો અને કહ્યું કે...'

Hiralal

Last Updated: 04:46 PM, 27 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નંદીગ્રામ ભાજપ નેતા પ્રલય પાલે એવો દાવો કર્યો છે કે ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીએ મને ફોન કરીને નંદીગ્રામ બેઠક જીતવામાં મદદ કરવાનું જણાવ્યું છે.

  • પ્રલય પાલ નંદીગ્રામ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ
  • મમતાએ નંદીગ્રામ જીતવા મારી મદદ માંગી-પ્રલય પાલ
  • ઘટનાનો ઓડિયો વાયરલ
  • ટીએમસીએ વાયરલ ઓડિયોને નકલી ગણાવ્યો 

સીએમ મમતા બેનરજી આ વખતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પ્રલય પાલે એવો દાવો કર્યો છે કે મમતાએ શનિવારે સવારે મને ફોન કર્યો અને મને કહ્યું કે નંદીગ્રામ બેઠક જીતવામાં તેમને મારી મદદ જોઈએ છે. 

ભાજપ સાથે કદી પણ દગાબાજી ન કરી શકું-પ્રલય પાલ

પ્રલય પાલે આગળ જણાવ્યું કે મમતાએ એવી પણ ઈચ્છા વ્યક્ત કરી કે મારે ટીએમસીમાં પાછા આવવું જોઈએ અને પાર્ટી માટે કામ કરવું જોઈએ.પરંતુ મેં કહ્યું કે હું ઘણા લાંબા સમયથી સુવેન્દુ અધિકારી અને અધિકારી પરિવાર સાથે જોડાયેલો છું અને હવે ભાજપ માટે કામ કરી રહ્યો છું. વીડિયોમાં ભાજપ નેતાએ કહ્યું કે ડાબેરીના શાસન દરમિયાન જ્યારે સીપીઆઈ(એમ) નંદીગ્રામના લોકોને યાતના આપી રહી છે ત્યારે અધિકારી પરિવાર જ અમારી પડખે ઊભો રહ્યો હતો. હું કદી પણ તેમને દગો ન આપી શકું અને આવું કરવામાં મારામાં હિંમત પણ નથી. મેં મમતા બેનરજીએ કહી દીધું હતું કે ટીએમસીએ નંદીગ્રામના સ્થાનિકોને કદી પણ તેમના અધિકારો આપ્યા નથી. હું ભાજપની સેવા કરવાનું ચાલુ રાખીશ. પાલે એવું પણ વચન આપ્યું કે હું નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારીને જીતાડીને જ જંપીશ. 

આ કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. ભાજપ નેતા અમિત માલવીયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે અદ્દભૂત, મમતા બેનરજી નંદીગ્રામ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ પ્રલય પાલને ફોન કરીને મદદની આજીજી કરી રહ્યાં છે. પાલે બેનરજીને જણાવી દીધું હતું કે ટીએમસીમાં તેમનું અપમાન થયું હતું અને હું કે મારો પરિવાર ભાજપને દગો ન આપી શકીએ. આ દરમિયાન ટીએમસીએ આ ઓડિયો નકલી હોવાનું જણાવ્યું છે. ટીએમસી પ્રવક્તાએ જણાવ્યું કે ઓડિયોમાં મમતા બેનરજીનો અવાજ નથી. તેમના અવાજની નકલ કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ