બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મલ્હાર અને પૂજાની લગ્નની ઘડીઓ નજીક, અતુલ પુરોહિત સાથે જૂની યાદો તાજો કરતો વીડિયો વાયરલ
Last Updated: 06:24 PM, 10 November 2024
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાતની ચર્ચા છે કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશી બંને હવે ટુંક જ સમયમાં લગ્નના બંધનમાં બધાશે. જે બાબતે અવનવી વાયરલ ખબરો પણ સામે આવી રહી છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે છે થોડા દિવસો અગાઉનો પરંતુ મલ્હારના કેટલાક ફેન્સો સુધી અત્યારે પહોંચ્યો છે. આ વીડિયો મલ્હાર ઠાકર અને પૂજા જોશી સહિત 'લગન સ્પેશિયલ'ની આખી ટીમ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતના ફેમસ ગાયક કલાકાર અતુલ પુરોહિતને મળવા ગઈ હતી ત્યારનો છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ભૂલ ભૂલૈયા 3 ચાલી કે સિંઘમ અગેઇન? રિલીઝના 9મા દિવસે કરી આટલી કમાણી
ADVERTISEMENT
આ વીડિયોમાં મલ્હાર અને પૂજા સાથે અતુલ પુરોહિત લગ્ન બાબતે ખૂબ જ હળવાસથી વાતો કરે છે. અતુલ પુરોહિતના સવાલોનો જવાબ પણ મલ્હાર અને પૂજા ખૂબ હસમુખા સ્વભાવથી આપે છે. જેમાં મલ્હાર અને પૂજા જોશી બંનેની સાથે અતુલ પુરોહિતએ પોતના લગન વિષે કેટલીક ભારદાયક અને રીતિ-મતિની બાબતો પર ચર્ચા કરી છે. ત્યારે અતુલ પુરોહિતે કહ્યું કે તેમના સમયમાં કેવી રીતે લગન થતાં, અને સાથોસાથ એ પણ કહ્યું હતું કે વર્તમાનમાં લગ્નમાં શું - શું ક્રેજ છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.